ઓડિશા રાજ્યમાં અચાનક શું નીકળી પડ્યું ? કેવી રીતે બદલી કિસ્મત ? વાંચો
ઓડિશાના ઘણા જિલ્લાઓમાં સોનાના ભંડાર મળી આવ્યા છે. આના કારણે, રાજ્યની ખાણકામ ક્ષમતા અંગે મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાણ મંત્રી બિભૂતિ ભૂષણ જેનાએ ઓડિશા વિધાનસભામાં આ માહિતી આપી અને કહ્યું કે સુનગઢ, નબરંગપુર, અંગુલ અને કોરાપુટ જિલ્લામાં સોનાના ભંડારની પુષ્ટિ થઈ છે. મંત્રીએ એમ પણ કહ્યું કે પ્રારંભિક સર્વેક્ષણમાં મલકાનગિરી, સંબલપુર અને બૌધ જિલ્લામાં પણ સોનાના ભંડારની શક્યતા બહાર આવી છે. આમ થવાથી અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
કયા જિલ્લામાં શોધખોળ ચાલી રહી છે?
મયુરભંજ જિલ્લાના જશીપુર, સુરિયાગુડા, રુઆંસી, ઇડેલકુચા, મારેદિહી, સુલેઇપત અને બદામપહાર વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કામગીરી ચાલી રહી છે. અગાઉ, જ્યારે ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ તાંબા માટે G-2 સ્તરની શોધ કરી રહ્યું હતું ત્યારે દેવગઢ જિલ્લાના અડાસા-રામપલ્લી વિસ્તારમાં પણ સોનાના ભંડાર મળી આવ્યા હતા. તે જ સમયે, કેઓંઝર જિલ્લાના ગોપુર-ગાઝીપુર, માંકડચુઆન, સલીકાના અને દિમિરીમુંડા વિસ્તારોમાં પણ સોનાની શોધની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
ખાણકામ અને હરાજી યોજનાઓ
ઓડિશા સરકાર દેવગઢ જિલ્લામાં તેના પ્રથમ સોનાના ખાણકામ બ્લોકની હરાજી કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યના ખનિજ ક્ષેત્રમાં આ એક ઐતિહાસિક પરિવર્તન હશે.
સરકારે એમ પણ જાહેર કર્યું છે કે હજુ પણ બીજા કેટલાક જિલ્લાઓમાં સોનાના ભંડાર હોય શકે છે અને એટલા માટે સંશોધન કાર્ય ચાલુ જ રાખવામાં આવશે . આ ભંડાર મળવાથી રાજ્યની આર્થિક સ્થિતિ વધું મજબૂત બનશે .