એકાઉન્ટ બ્લોક કરવા મુદ્દે X (ટ્વીટર) અને ભારત સરકાર વચ્ચે શું થયું..વાંચો
સરકારે કેટલાક એકાઉન્ટ બ્લોક કરવનો આદેશ કર્યો હતો:ટ્વીટરે અસહમતી સાથે આદેશનું પાલન કર્યું
એલાન મુસ્કની માઈક્રો બ્લોગિંગ સાઇટ X ( ટ્વીટર ) ઉપરથી કેટલાક એકાઉન્ટ બ્લોક કરવાના અને કેટલીક પોસ્ટ હટાવી દેવાના ભારત સરકારના આદેશને પગલે વિવાદ સર્જાયો છે.આ એકાઉન્ટ અને પોસ્ટ સંભવિત દંડ અને સજાને પાત્ર હોઈ શકે છે તેવું જણાવી સરકારે એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.X દ્વારા એ આદેશનું પાલન તો કરવામાં આવ્યું હતું સાથે જ સરકારના આદેશ સાથે સંમત ન હોવાનો ખુલાસો પણ કરવાંમાં આવ્યો હતો.
X ની ગ્લોબલ ગવર્મેન્ટ અફેર્સ ટીમ દ્વારા આ બાબતે લાંબો ખુલાસો કરવામાં આવ્યો હતો.તેમાં જણાવ્યા મુજબ, “કંપની દ્વારા સરકારના આદેશના પાલન રૂપે ભારતીય પ્લેટફોર્મ પરથી એ પોસ્ટ દૂર કરવામાં આવી છે પણ આ બધી પોસ્ટને પણ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ.વાણી સ્વાતંત્ર્ય અંગેની અમારી નીતિ પર અમે અડગ છીએ અને એકાઉન્ટો બ્લોક કરવાના ભારત સરકારના આદેશો સામેની અમારી અપીલ પેન્ડિંગ છે”.
X ના ગ્લોબલ ગવર્મેન્ટ અફેર્સ એકાઉન્ટમાં વિશેષમાં લખાયું છે,” અમે લગતા વળગતા એકાઉન્ટ હોલ્ડરસને સરકારના આદેશ અંગે જાણ કરી છે. કાનૂની પ્રતિબંધોને લીધે, અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રકાશિત કરવામાં અસમર્થ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે પારદર્શિતા માટે તેને સાર્વજનિક બનાવવા જરૂરી છે નહિતર આવી જાહેરાતનો અભાવ જવાબદારી અને મનસ્વી નિર્ણય લેવાની અભાવ તરફ દોરી શકે છે.