ફ્રાંસમાં UPI દ્વારા ચુકવણું કરી શકાશે : આ જગ્યા પર થી કરાયો પ્રારંભ
ફ્રાંસમાં હવે પેમેન્ટ કરવું વધુ સરળ થઈ ગયું છે અને UPI સક્રિય થઈ ગયું છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિ. (NIPL)એ ફ્રાંસની લાયરા (lyra)ની સાથે હાથ મિલાવીને ફ્રાંસમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લોન્ચ કરી છે. એનો પ્રારંભ એફિલ ટાવરથી થયો છે, જ્યાં ભારતીય પર્યટકો પોતાના UPI એપ દ્વારા ટિકિટ બુક કરી શકશે.
એફિલ ટાવરથી એનો પ્રારંભ એટલે પણ મહત્ત્વનો છે, કેમ કે એને જોવા માટે સૌથી વધુ પર્યટકોમેં બીજા સ્થાને ભારતીયો છે. NPCIના જણાવ્યા મુજબ આ ભાગીદારી હેઠળ ભારતીય પર્યટકો મર્ચન્ટ વેબસાઇટ પર QR કોડને UPI એપ દ્વારા સ્કેન કરીને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે.
ફ્રાંસમાં હવે UPI દ્વારા પેમેન્ટ થઈ શકશે. NPCIએ આશરે બે વર્ષ પહેલાં વર્ષ 2022માં ફ્રાંસની લાયરાની સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે વડા પ્રધાન મોદીએ UPI પદ્ધતિનો ઉપયોગ કરીને ભારત અને ફ્રાંસની વચ્ચે સમજૂતી કરવાનું એલાન કર્યું હતું. હવે ફ્રાંસમાં એફિલ ટાવરથી એનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.
હવે ફ્રાંસમાં UPI પેમેન્ટ્સ શરૂ થઈ ગયુ છે. જેનાથી ભારતીય પર્યટકોને સૌથી મોટો લાભ એ થશે કે તેઓ રૂપિયામાં પેમેન્ટ્સ કરી શકશે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ પર 0.99થી3.5 ટકાનો માર્કઅપ ચાર્જીસ લાગે છે, પણ નિષ્ણાતોનું માનવું છે કે UPI પેમેન્ટ કરવા પર આ ચાર્જીસથી મુક્તિ મળશે. માર્કઅપ ફી એ ચાર્જીસ છે-જેને બેન્કો ક્રેડિટ કાર્ડ કંપનીઓ ફોરેન કરન્સીમાં લેવડદેવડમાં વસૂલે છે.