હવે ડેસ્કટોપ પર પણ ચાલશે થ્રેડ્સ, આવી ગયું છે વેબ વર્ઝન
થ્રેડ્સ, જે પ્લેટફોર્મ Twitter સાથે હરીફાઈ માટે આવ્યું હતું, તે હવે ડેસ્કટોપ વર્ઝન પર આવી ગયું છે. અગાઉ, યુઝર્સ ફક્ત એપ્લિકેશન દ્વારા થ્રેડ્સનો ઉપયોગ કરી શકતા હતા. હવે આ પ્લેટફોર્મ વોટ્સએપ, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામની જેમ વેબ અને મોબાઈલ બંને વર્ઝન પર કામ કરશે. જોકે થ્રેડ્સનું વેબ વર્ઝન બે દિવસ પહેલા લાઈવ થઈ ગયું હતું, પરંતુ હવે ઈન્સ્ટાગ્રામના વડાએ આ વાતની પુષ્ટિ કરી છે.
થ્રેડ્સના વેબ વર્ઝનનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં https://www.threads.net/ ખોલવું અને લૉગ ઇન કરવું આવશ્યક છે. આ કર્યા પછી, તમે ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટરની જેમ ડેસ્કટોપ પર થ્રેડ્સનો ઉપયોગ કરી શકશો.
વેબ વર્ઝનમાં શું છે વિશેષ?
થ્રેડ્સના વેબ વર્ઝનમાં, તમને ફક્ત મોબાઇલ વર્ઝનની સુવિધાઓ જ મળશે. અહીંથી તમે લાઈક્સ, પ્રોફાઈલ, સર્ચ, ફીડ અને પોસ્ટ જોઈ શકશો. થ્રેડ્સનો વાપરસ કરવા માટે, નીચે આપેલા સ્ટેપ ફોલો કરો
ડેસ્કટોપ બ્રાઉઝરમાં threads.net ખોલો
તમારા Instagram યુઝર્સ નામ અને પાસવર્ડ સાથે લૉગ ઇન કરો
રજિસ્ટર્ડ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
હવે તમારા કમ્પ્યુટર પર થ્રેડ્સ ચાલવાનું શરૂ થશે.
થ્રેડ્સ ટૂંકા સમયમાં વધુને વધુ લોકપ્રિય બન્યો
થ્રેડ્સ લોન્ચ થયા બાદ યુઝર્સે તેની એપને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી હતી. માત્ર 5 દિવસમાં આ પ્લેટફોર્મ પર 100 મિલિયન યુઝર્સ જોડાઈ ગયા. જોકે, થોડા દિવસોમાં તેનો ક્રેઝ ઓછો થઈ ગયો. એક રિપોર્ટ અનુસાર થ્રેડ્સ યુઝર્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે.
મેટા યુઝર્સને વધારવાનો પ્રયાસ કરી રહી છે
એવું લાગે છે કે મેટા થ્રેડના વપરાશકર્તાઓને પાછા ખેંચવા માટે, તેનું વેબ વર્ઝન લાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, કંપનીએ થોડા સમય પહેલા પ્લેટફોર્મ પર નવા ફીચર્સ પણ એડ કર્યા હતા. જો કે, એ જોવાનું રહે છે કે શું આટલા પ્રયત્નો પછી થ્રેડ્સ યુઝર્સને પાછા ખેંચીને ટ્વિટર સાથે સ્પર્ધા કરી શકે છે.