Microsoft એ લૉન્ચ કર્યુ AI ફિચર્સવારુ લેપટૉપ કૉપાયલટ+ PC, જાણો કેટલી છે કિંમત ?
માઇક્રોસૉફ્ટના કન્ઝ્યૂમર ચીફ માર્કેટિંગ ઓફિસર યુસુફ મેહદીએ દાવો કર્યો છે કે CoPilot+ PC એ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી કૉમ્પ્યુટર છે. તેણે કહ્યું કે કંપનીએ આ વિન્ડોઝ પીસીને શરૂઆતથી સંપૂર્ણપણે સંશોધિત કરી દીધું છે. આ PC ને ઓછામાં ઓછા 40 TOPs NPU પર્ફોર્મન્સ આપવાની જરૂર પડશે. વધુમાં, તેમાં ઓછામાં ઓછી 16GB RAM અને 256GB સ્ટોરેજ હોવી જોઈએ.
કયા કયા એઆઇ ફિચર્સ મળશે ?
આ PC માં ઘણા AI ફિચર્સ આપવામાં આવ્યા છે. તેની મદદથી ફોટોનું રેગ્યૂલેશન વધારી શકાય છે. તેમજ તમે કોઈપણ ફોટોની સ્ટોરી બનાવી શકો છો. તેમજ લાઇવ કેપ્શન, રીઅલ-ટાઇમ કેપ્શનિંગ અને 40 થી વધુ ભાષાઓમાંથી લાઇવ અને પ્રી-રેકોર્ડ કરેલા વીડિયોમાંથી અંગ્રેજીમાં અનુવાદ આ ઉપરાંત કંપની તેમાં ફોટોગ્રાફિક મેમરી ફિચર પણ આપશે, જે બધું યાદ રાખવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં ઘણા યૂઝર્સને ડર છે કે આ તેમની પ્રાઈવસી માટે મોટો ખતરો બની શકે છે. જોકે, માઇક્રોસૉફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આનાથી તેમની પ્રાઇવસી પર કોઇ વિપરીત અસર નહીં પડે. કંપની તેમને એ પણ નક્કી કરવાની સુવિધા આપશે કે સ્ક્રીન પર કઈ વસ્તુઓ દેખાય છે અને કઈ વસ્તુઓ તેઓ રેકોર્ડ કરવા નથી માંગતા.
પ્રી-ઓર્ડર માટે પણ ઉપલબ્ધ
તમને જણાવી દઈએ કે પહેલું Copilot+ લેપટોપ ગઇકાલથી (21 મે) પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક કિંમત $999 (અંદાજે 83,000 રૂપિયા) છે. અને તેનું શિપિંગ 18 જૂનથી શરૂ થશે.