કિયા સોનેટમાં સનરૂફ સાથે નવા 4 વેરિયન્ટ લોન્ચ
કિયા ઇન્ડિયાનું લક્ષ્ય સનરૂફ અને કનેક્ટેડ ટેલલેમ્પ્સ જેવી પ્રીમિયમ સુવિધાઓને એન્ટ્રી અને મિડ-વેરિયન્ટ બાયર્સ માટે વધુ સુલભ બનવાનું છે.
કિયા ઈન્ડિયાએ સનરૂફ જેવી સુવિધાઓ સાથેની રિફ્રેશ કિયા સોનેટ માં ચાર નવા એન્ટ્રી અને મિડ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. નવા રજૂ કરાયેલ HTE(O) અને HTK(O) વેરિઅન્ટ હવે પેટ્રોલ G1.2 અને ડીઝલ 1.5 CRDi VGT એન્જિન સાથે અવેલબલ છે. જ્યારે HTE(O) ને હાલના HTE વેરિઅન્ટ પર એડિશનલ સનરૂફ મળે છે, ત્યારે HTK(O) માં હાલના HTK વેરિઅન્ટની વિશેષતાઓ પર સનરૂફ, LED-કનેક્ટેડ ટેલલેમ્પ્સ, ફુલ્લી ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ (FATC) અને રીઅર ડિફોગર મળે છે.
કિયા ઇન્ડિયા હવે GTX+ અને HTX+ વેરિઅન્ટ્સ સાથે ઑલ-વિન્ડોઝ અપ/ડાઉન પ્રોટેકશન પ્રદાન કરે છે. વધુમાં, HTE અને HTK વેરિયન્ટના કસ્ટમર પાસે હવે ત્રણ નવા કલરમાંથી પસંદગી કરવાનો ઓપ્શન હશે – Aurora Black Pearl, Imperial Blue અને Pewter Olive.