ભારતનું પહેલું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને ફાઈબએ લોન્ચ કર્યું, કોઈ એક્સપાયરી ડેટ કે CVV નહીં
એક્સિસ બેંક અને ફાઈબ સાથે મળી તેઓ ભાગીદારીમાં એકસાથે ભારતનું પહેલું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. ટેક સેબી જનરેશન માટે આ કાર્ડ ઘણુ ફાયદાકારક છે અને સિક્યુરિટી મામલે આ કાર્ડ ખૂબ જ આધુનિક સુવિધા સાથે લોન્ચ કરવામાં આવશે. આ Fibe Axis Bank Credit Card એક એવુ કાર્ડ છે કે જેમાં કોઈ પણ જાતના નંબર નથી અને આ દેશમાં પહેલીવાર પહેલી વાર આ રીતનું કાર્ડ લોન્ચ થઈ રહ્યુ છે.
અત્યાધુનિક સુરક્ષા માટે કેવી ફેસિલિટી આપવામાં આવી છે આ કાર્ડમાં
નંબરલેસ ક્રેડિટ કાર્ડમાં ક્સ્ટમર્સને કાર્ડ ઉપર કોઈ પણ પ્રકારનો નંબર આપવામાં આવતો નથી, આ કાર્ડ પર કોઈ નંબર નથી આપવમાં આવ્યો કે નથી કોઈ તારીખ આપવામાં આવી, આ ઉપરાંત તેના પ્લાસ્ટિક પર કોઈ સીવીવી નંબર પણ આપવામા આવ્યો નથી. આ કાર્ડ અને કાર્ડના માલિકની ઓળખ છતી નથી કરતું તેથી તેમાં કોઈ ગેરકાનુની રીતે તેનો ઉપયોગ કરી શકતુ નથી. જ્યારે કસ્ટમર પાસેથી આ કાર્ડ ચોરાઈ થઈ જાય કે ખોવાઈ જાય તેવા સંજોગોમાં આ કાર્ડ ખૂબની કોઈ ઓળખ કરી શકતુ નથી તેથી ચોરી થવાનો કોઈ ભય રહેતો નથી, તેથી આ રીતે આ કાર્ડ ઘણુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Fibe Axis Bank Credit Cardને કેવી રીતે ઍક્સેસ કરી શકાય
કસ્ટમર્સ પોતાના ફાઈબ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની ડિટેલ્સને ફાઈબ એપ પર આસાનીથી એક્સેસ કરી શકે છે અને તેના માટે પોતાની થોડી માહિતી આપવાથી તેના પર સંપુર્ણ કન્ટ્રોલ મળી શકે છે. કો- બ્રાંડેડ ક્રેડિટ કાર્ડમાં કેટલાક ફિચર્સ ઓફર આપે છે.
આ કાર્ડના ફાયદાઓ
આ કાર્ડ દ્વારા દરેક પ્રકારની રેસ્ટોરેન્ટમાં ઓનલાઈન ફુડ ડિલીવરી ઓફર પર 3 ટકાનું કેશબેક આપવામાં આવે છે.
રાઈડ હેલિંગ એપ્સ પર લોકલ કમ્યુટ કરવા પર 3 ટકાનું કેશબેક આપવામાં આવે છે.
ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પર પણ 3 ટકાનું કેશબેક આપવામાં આવે છે.
આ સિવાય કસ્ટમર્સને દરેક ઓનલાઈન અને ઓફલાઈન ટ્રાંજેક્શન પર 1 ટકાનું કેશબેક મળે છે.
રુપે દ્વારા ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી લિંક કરવાની સુવિધા આપવામાં આવે છે.