Instagram માં હવે 24 કલાક નહી પરંતુ આટલા દિવસ માટે સેટ કરી શકશો Story
મેટા પોતાના યુઝર્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત તમામ એપ્સમાં સમયાંતરે અપડેટ્સ આપે છે. અત્યારે કંપની MY Week નામના ફીચર પર કામ કરી રહી છે જે આવનારા સમયમાં દરેક માટે રોલઆઉટ કરી શકાય છે.
MY Week ફીચર હેઠળ યુઝર્સ 24 કલાકથી વધુ સમય માટે તેમની સ્ટોરી સેટ કરી શકશે. હાલમાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ફક્ત 24 કલાક માટે સ્ટોરી શેર કરી શકે છે, પરંતુ નવા ફીચરના આવ્યા બાદ યુઝર્સ 7 દિવસ માટે એક પ્રોફાઇલ પર સ્ટોરી શેર કરી શકશે. આ સિવાય જો યુઝર્સ ઈચ્છે તો તે વચ્ચેની કોઈપણ સ્ટોરી ડીલીટ પણ કરી શકે છે અથવા નવી સ્ટોરી એડ કરી શકે છે.
આ સુવિધાથી એવા ક્રિએટર્સને ફાયદો થશે જેઓ ટ્રાવેલ કરે છે અને તેમની સ્ટોરી લાખો લોકો સુધી પહોંચે તેવું ઈચ્છે છે. આ સિવાય ક્રિએટર્સ માટે આ ફીચરની મદદથી આવનારી ઈવેન્ટ્સ વિશે માહિતી આપવામાં સરળતા રહેશે અને તેમણે સ્ટોરીમાં કોઈ પણ પ્રોજેક્ટની રિલીઝ વિશે લોકોને વારંવાર અપડેટ કરવાની જરૂર નહીં પડે. આ ફીચર્સ ટેસ્ટિંગ ફેઝમાં છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે.
ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં ‘રીડ રિસિપ્ટ’ રૉલઆઉટ થવા જઈ રહી છે, આ ફિચર ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મળતા ડાયરેક્ટ મેસેજ પર કામ કરશે. તમને જણાવી દઈએ કે ‘રીડ રિસિપ્ટ’ મેસેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને કોઈને જાણ કર્યા વિના મોકલેલા મેસેજ વાંચવાની મંજૂરી આપવામાં આવશે.