ફ્રીમાં આધારકાર્ડ કરાવું છે અપડેટ ?? ઘરબેઠા આ તારીખ સુધી કરી શકાશે કામગીરી
આધારકાર્ડ આપણા જીવનનો મહત્વપૂર્ણ આધાર બની ગયો છે. આજે કોઈપણ કામ હોય તેમાં આધારકાર્ડની જરૂર વધુ પડતી હોય છે. આધારકાર્ડને સમયે સમયે અપડેટ પણ કરાવવું પડે છે ત્યારે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે જે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ અપડેટ નથી થયું તો આ સમાચાર તમારા માટે છે. સરકારે આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની તારીખ 14 જૂન, 2024 નક્કી કરી છે.
આજે એટલે કે 16મી મેના રોજ, UIDAI એ X અને Facebook પર એક પોસ્ટ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મફત આધાર અપડેટની તારીખ 14મી જૂન 2024 છે. શક્ય તેટલી વહેલી તકે તમારું આધાર કાર્ડ અપડેટ કરો. તમે ઘરે બેસીને પણ મોબાઈલ દ્વારા તમારું આધાર અપડેટ કરી શકો છો… ચાલો જાણીએ પદ્ધતિ….
આધારકાર્ડ અપડેટ માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
આધાર અપડેટ માટે, તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રૂફ. સામાન્ય રીતે, આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર, આ સેવા 14 જૂન સુધી મફત છે. તમે ઓળખના પુરાવા તરીકે PAN કાર્ડ અને સરનામા માટે મતદાર કાર્ડ આપી શકો છો.
ઘરે બેસીને આ રીતે અપડેટ કરો
મોબાઈલ કે લેપટોપથી UIDAIની વેબસાઈટ પર જાઓ. આ પછી અપડેટ આધારના વિકલ્પ પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો. આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફાઈ કરો. હવે નીચે આપેલ ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો. હવે સબમિટ પર ક્લિક કરો. આ પછી તમને એક વિનંતી નંબર મળશે અને ફોર્મ સબમિટ કરવામાં આવશે. તમે વિનંતી નંબર પરથી અપડેટનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. થોડા દિવસો પછી તમારું આધાર અપડેટ થઈ જશે.