ભારતનું પ્રથમ 5G વાયરલેસ Wi-Fi થયું લોન્ચ, એકસાથે 64 ડિવાઇસ કરી શકશો કનેક્ટ
ભારતી એરટેલે આજે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) ઉપકરણ – Airtel Xstream AirFiber લોન્ચ કર્યું છે. આ ભારતનું પ્રથમ 5G વાયરલેસ Wi-Fi ઉપકરણ છે. એરટેલનું ઉપકરણ દેશમાં જ્યાં ફાઇબર વાઇ-ફાઇની ઍક્સેસ નથી ત્યાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં મદદ કરશે. ટેલિકોમ કંપનીએ કહ્યું કે તે ભારતના એવા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે જ્યાં ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એક પડકાર છે.
ફાઈબરની મદદથી ઘર-ઓફિસમાં વાઈ-ફાઈ દ્વારા સારી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે. જ્યાં ફાઈબર લાઈનો નાખવામાં આવી નથી, ત્યાં ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મેળવવી મુશ્કેલ બની જાય છે. એરટેલ એક્સ્ટ્રીમ એરફાઈબર ઉપકરણની મદદથી, તમે ઝડપી ઇન્ટરનેટની સુવિધાનો લાભ લઈ શકો છો. એરટેલની સ્પેશિયલ સર્વિસે ફાઈબર અને નોન-ફાઈબર વિસ્તારો વચ્ચેનું અંતર દૂર કર્યું છે.
બે શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે
દેશની અગ્રણી ટેલિકોમ કંપનીએ આજે Airtel Extreme AirFiber લોન્ચ કર્યું છે. હાલમાં આ સેવા દિલ્હી અને મુંબઈ એમ બે શહેરો માટે જ શરૂ કરવામાં આવી છે. આગળ જતાં, કંપની સમગ્ર દેશમાં વધુને વધુ શહેરોમાં એક્સ્ટ્રીમ એરફાઈબર કનેક્ટિવિટી શરૂ કરશે. એરટેલે કહ્યું કે તમામ Xtreme AirFiber ઉપકરણો ભારતમાં ‘મેક ઇન ઇન્ડિયા મિશન’ હેઠળ બનાવવામાં આવશે.
Airtel Extreme AirFiber શું છે?
Xtreme Airfiber એક પ્લગ-એન્ડ-પ્લે ઉપકરણ છે જે ઇન-બિલ્ટ Wi-Fi 6 ટેકનોલોજીથી સજ્જ છે. એરટેલનું નવીનતમ Wi-Fi ઉપકરણ એક સમયે 64 જેટલા ઉપકરણોને કનેક્ટ કરી શકે છે, અને ઇન્ટરનેટ ચલાવી શકે છે.