યુટ્યુબર બન્ની ગજેરા ઝડપાયો : બેબાક બન્નીને કોનું બેકિંગ, પોલીસ મુળ સુધી જઈ શકશે?
ગોંડલનું રાજકીય કારણ અને સામાજિક કારણ બન્ને ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે અને લાંબા સમયથી ગોંડલના યુઠે કોઈને કોઈ વાદ-વિવાદ સોશિયલ મીડિયામાં વકરતા રહે છે. આવા વિવાદમાં એક શખસ જેતપુરના મોટા ગુંદાળા ગામનો ભાવિન ઉર્ફે બત્રી ગોરધનભાઈ ગજેરા પણ છે. વારંવાર સોશિયલ મીડિયામાં રાજકીય કે સામાજિક અગ્રણીઓ સામે સોશિયલ મીડિયામાં લાઈલ બની કે વીડિયો મુકીને શાબ્દિક ઉચ્ચારણો-આક્ષેપો અને ગમે તેવા આક્ષેપો કરવાની ટેવવાળો બન્ની ગજેરા લાંબા સમય બાદ રાજકોટ રૂરલ પોલીસના હાથમાં આવ્યો છે. જે રીતે બન્ની બેબાક બનીને ગમે તેના સામે સોશિયલ મીડિયામાં વાણીવિલાસ કરતો હતો તો આ બન્નીને કોનું બેકિંગ હતું? તેના મુળ સુધી પોલીસ જઈ શકશે કે કેમ ? તેવી ચર્ચાએ જોર પકડયું છે.
બન્ની પર ગોંડલ તાલુકા, ઉપલેટા સહિતના પોલીસ મથકોમાં કરિયાદો નોંધાતી હતી પરંતુ ભશીને કોઈ ફરક ન પડતો હોય અથવા પોલીસ કંઈ કરી નહીં શકે કે હાથમાં નહી આવે અથવા તો કોઈ મોટું બેકિંગ હોય તે રીતે ઠરિયાદી નોંધાવા છતાં પણ બગી સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરતો રહેતો હતો અને ગોંડલના નેતાઓ, પાટીદાર આગેવાનો સામે આમદ્ર ટિપ્પણીઓ પણ કરતો હતો. ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિન છગનભાઈ ઠુંમરે સુલતાનપુર પોલીસ મથકમાં અને ઉપપ્રમુખ વિશાલ ભીખાભાઈ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં બન્ની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પૂર્વે પણ બન્ની સામે જેતપુરના સાડીના કારખાનેદાર અતુલ વિનોદરાય માવાણીએ પણ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં બન્ની દ્વારા ચારિત્ર્ય અને વાણીવિલાસ કરીને પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો આરોપ તેમજ બે સમાજ વચ્ચે બાળકોની તકરારોમાં સમાધાનની બેઠક બાબતે પણ બન્નીએ વિવાદ કરીને બદનામ કર્યાના પ્રયાસ કર્યાની ટિપ્પણીઓ કરી સામાજિક અશાંતિ ફેલાવવાના પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો કરાયા હતા. બન્ની દ્વારા વીડિયો નહીં મુકવા માટે 11 લાખ રૂપિયાની માગણી કરાઈ હતી અને જો પૈસા નહીં આપે તો બદનામ કરશે તેવી જેતપુર પોલીસ મથકમાં બત્રી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પૂર્વે પણ બન્નીએ મિત્રતાના નામે સોનાનો ચેન પહેરવા માગીને ચેન ઓળવી જઈ છેતરપિંડી આચર્યાના આરોપસરની પણ બન્ની સામે ફરિયાદ નોંધાઈ હતી.
આમ છતાં ભાવિન ઉર્ફે બત્રી હાથમાં આવતો ન હતો. સોશિયલ મીડિયામાં બેફામ બનીને ખોડલધામના આગેવાનો વિશે પણ બન્નીએ ગંદા કે પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવા ઉચ્ચારણો કર્યા હતા. સોશિયલ મીડિયાનો યુઝ કરવા છતાં પોલીસ બન્ની સુધી પહોંચી શકતી ન હતી અથવા તો ધ્યાન પર લેતી ન હતી. અંતે રાજકોટ રૂરલ એસીબીએ બન્નીને ઉત્તરાખંડના નૈનીતાલમાંથી ત્રણ દિવસ પહેલાં શોધી કાઢ્યો હતો અને અહીં લઈ આવી હતી.
હવે બન્નીની તેની સામે નોંધાયેલા અલગ-અલગ ગુનાઓમાં પોલીસ ધરપકડ કરી રહી છે. એવું કહેવાય છે કે, બન્ની પાછળ કોઈનું બેકિંગ હોઈ શકે તો જ તે આવી રીતે પાટીદાર કે અન્ય કોઈ રાજકીય આગેવાનો સામે બેફામ વાણીવિલાસ કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોય. પોલીસ બન્નીને કોઈનું બેકિંગ છે કે કે કેમ ? તે નામ કઢાવી શકશે કે નહીં ? તે પોલીસ માટે પણ એક પરીક્ષારૂપ મુદ્દો બન્યો છે. હાલના તબક્કે તો બન્નીને ગોંડલનો પિયુષ લાલજીભાઈ રાદડિયા નામનો શખસ મદદ કરતો હોવાનું ખૂલતા ગોંડલ પોલીસે પિયુષની પણ ધરપકડ કરી છે. ગોંડલ પંથકમાં શાંતિ માટે ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીએ જ મેદાનમાં આવવું પડે તો કંઈક નિરાકરણ આવે નહીં તો થોડા-થોડા સમયે કોઈને કોઈ ઈસમો કાયદો હાથમાં લેતા રહેશે અને ગોંડલનો ગરમાવો ગરમને ગરમ રહેશે.