સુરત શહેરના સરથાણા વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. 26 વર્ષના યુવક અંકિત પાદરિયાએ ઘરની ટેરેસ પરથી ઝંપલાવ્યું હતું. ઓનલાઈન બિઝનેસમાં નિષ્ફળતા મળતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છે.
Related Posts
AVPTI હોસ્ટેલમાંથી કોલેજિયનનું અપહરણ
12 મહિના પહેલા
