તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે એટલે…ભાભીને લગ્નની લાલચ આપી પતિના માસિયાઇ ભાઇએ જ ગુજાર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરના ભગવતીપરામાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ પતિના જ માસિયાઈ ભાઈ સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં ફરી એકવાર પારિવારિક સંબંધોને ડાઘ લાગ્યો છે. પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પતિના માસીનો દિકરો દિલીપ ઉર્ફે ઈલુ કિશોરભાઈ સોલંકી કે જે જામનગર રહે છે તેના સંપર્કમાં આવ્યા બાદ દિલીપે પરિણીતાની ચઢામણી શરૂ કરી ‘તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે, તને બરોબર રાખતો નથી અને મારી પત્ની મારા મમ્મીને બરોબર રાખતી નથી એટલે આપણે બન્નેએ લગ્ન કરી લેવા જોઈએ’ તેવો વાયદો કર્યો હતો.
આ પણ વાંચો : બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના કેકેવી બ્રિજ નીચેનો ગેમઝોન જન્માષ્ટમી પહેલા થશે શરૂ
આ પછી પરિણીતાનો જન્મદિવસ હોયતે અને તેનો પતિ તેમજ દિલીપ અને તેની પત્ની સહિતના દિવ ફરવા ગયા હતા. અહીં પહોંચ્યા બાદ દિલીપ અને પરિણીતાના પતિએ દારૂનો નશો કર્યો હતો. પરિણીતાનો પતિ ચીક્કાર દારૂ પીને સૂઈ ગયા બાદ રાત્રે બે વાગ્યે દિલીપ પરિણીતાના રૂમમાં ઘૂસ્યો હતો અને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેણે શહેરની અલગ-અલગ હોટેલમાં ૩૦થી વધુ વખત પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી દિલીપ તેના જન્મદિવસે પરિણીતાને દ્વારકા ફરવા લઈ ગયા બાદ હોટેલમાં પરિણીતાને મંગલસૂત્ર પહેરાવી સેથો પણ પૂર્યો હતો. ત્યારબાદ અચાનક જ દિલીપે પરિણીતા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી તેને રવાના કરી દેતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
