કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
અદાણી ગ્રુપે 1126 MW / 3530 MWh પ્રોજેક્ટ સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રમાં પ્રવેશની જાહેરાત કરી છે આ પ્રોજેક્ટમાં 1126 MW ની પાવર ક્ષમતા અને ૩૫૩૦ MWh ની એનર્જી ક્ષમતા હશે. આનો અર્થ એ છે કે BESS 3530 MWh ઉર્જા સંગ્રહ કરી શકશે – 1126 MW ની પાવર ક્ષમતાને લગભગ 3 કલાક સુધી વધારી શકશે). આ પ્રોજેક્ટ, જેમાં 700 થી વધુ BESS કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવશે, તે ભારતમાં સૌથી મોટું BESS ઇન્સ્ટોલેશન અને વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન BESS ડિપ્લોયમેન્ટ્સમાંનું એક હશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં કાર્યરત થશે.
આ વ્યૂહાત્મક પહેલ ભારતની ઉર્જા સુરક્ષા વધારવા, ચોવીસ કલાક સ્વચ્છ વીજળી સક્ષમ કરવા અને દેશના ઓછા પ્રદૂષણ વાળા ભવિષ્ય માટે અહેમ પગલું છે. BESS પીક લોડ પ્રેશર ઘટાડવા, ટ્રાન્સમિશન લોડ ઘટાડવા અને સૌર કાપ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનાથી ગ્રીડ કાર્યક્ષમતામાં સુધારો થશે.
આ પ્રોજેક્ટ ખાવડામાં પ્રારંભિક તબક્કામાં છે, જે વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ છે. આ પ્રોજેક્ટ અત્યાધુનિક લિથિયમ-આયન બેટરી ટેકનોલોજીથી વિકસાવવામાં આવી રહ્યો છે, શ્રેષ્ઠ કામગીરી અને વિશ્વસનીયતા મજબૂત કરવા માટે અદ્યતન એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રણાલીઓ સાથે કરવામાં આવી રહ્યો છે. આ એકમ પીક લોડ મેનેજમેન્ટ અને એનર્જી શિફટિંગને ટેકો આપશે, જેનાથી પાવર સેક્ટરને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદ મળી રહેશે. આ પ્રોજેક્ટ વિશ્વના સ્વચ્છ ઉર્જા ક્રાંતિમાં મહત્વપૂર્ણ ઇતિહાસ લખશે, ગ્રીડ સ્થિરતા, રિન્યૂએબલ અને ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ બનાવશે, ઉપરાંત ખાવડાના નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટને વિશ્વના સૌથી મોટા RE અને સ્ટોરેજ પાર્ક તરીકે સ્થાન આપશે.
આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ઊર્જા સંગ્રહ એ નવીનીકરણીય ઉર્જામય ભવિષ્યનો પાયો છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ સાથે અમે ફક્ત વૈશ્વિક ધોરણો જ સ્થાપિત કરી રહ્યા નથી, પરંતુ ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટકાઉપણું પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી રહ્યા છીએ.
