Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ

Mon, June 23 2025

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના જેણે સમગ્ર ભારત દેશને હચમચાવી નાખ્યો હતો ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનાર યુવતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ યુવતી કોઈ માનસિક રીતે અવસ્વસ્થ નથી પરંતુ તેની બોમ્બની ધમકી અને બદલો લેવાની સ્ટોરી સાંભળીને તમે પણ ચોંકી જશો. એકતરફી પ્રેમમાં પાગલ યુવતી ગુજરાત સહિત 11 રાજ્યમાં આપી બોમ્બની ધમકી આપી ચૂકી છે. અને છેલ્લે મેઈલ સિવિલ હોસ્પિટલને કર્યો હતો, જેમાં તેણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જવાબદારી લીધી હતી.

છેલ્લા ઘણા સમયથી સ્કૂલને, સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી હતી. ત્યારે 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બને છે આ દુર્ઘટના સમગ્ર દેશને હચમચાવી નાખે છે ત્યારે આવા સમયે યુવતી સિવિલ હોસ્પિટલને મેઈલ કરે છે અને આ પ્લેનક્રેશની જવાબદારી લે છે. આ મેઈલ બાદ પોલીસ વધુ સક્રિય બની અને તપાસનો ધમધમાટ તેજ બન્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમની સંયુક્ત ટીમે છ મહિના સુધી દિવસ-રાત એક કરીને આ યુવતીને ચેન્નાઈથી શોધી કાઢી હતી.

આ પણ વાંચો : રાજકોટના રૈયા રોડ પર દોઢ મહિનાથી ધમધમતું કુટણખાનું પકડાયું : ગોરખધંધો ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ

બોયફ્રેન્ડને ફસાવવા માટે આપતી હતી ધમકી

એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયર યુવતી BFને ફસાવવા નમો સ્ટેડિયમ, સ્કૂલ સહિતની 21 જગ્યાને ઉડાવવાની ધમકી આપતી હતી. ત્યારે પોલીસ દ્વારા આ યુવતી વિરુદ્ધ કરીવાહી કરવામાં આવી છે અને તેની ચેન્નઈમાંથી ધરપકડ કરી કરવામાં આવી હતી. બોમ્બની ધમકી આપનાર યુવતીની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ડા નામની છોકરીની ધરપકડ કરી છે. રેની રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એકતરફી પ્રેમમાં પડીને રેનીએ દેશભરમાં ખોટા બોમ્બ ધમકીઓનું જાળું બિછાવ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમ 14 એપ્રિલે IPLની મેચ યોજાય એ પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં એજન્સીઓમાં દોડધામ મચી હતી. ઇમેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

બોયફ્રેન્ડ સાથે બદલો લેવા કર્યું આ કૃત્ય

પોલીસ અધિકારી શરદ સિંઘલે જણાવ્યું હતું કે રેની દિવિજ પ્રભાકર નામના વ્યક્તિ સાથે પ્રેમમાં પડી ગઈ હતી, પરંતુ ફેબ્રુઆરી 2025 માં દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. બદલો લેવાની ઇચ્છામાં, રેનીએ ડાર્ક વેબનો આશરો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવી અને ધમકીભર્યા મેઇલ મોકલ્યા. તેણીએ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (VPN), નકલી ઇમેઇલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એક નાની ભૂલથી તે પકડાઈ ગઈ. અમદાવાદ પોલીસ ચેન્નાઈ પહોંચી અને તેને પકડી લીધી.

#WATCH | Gujarat | Ahmedabad Cyber ​​Crime unit has arrested a Chennai-based accused who was sending hoax bomb threats in different states

JCP Crime Branch, Sharad Singhal says, "…The main accused in the case is Reni Joshilda from Chennai. She is qualified in robotics and… pic.twitter.com/sch60WWTsP

— ANI (@ANI) June 23, 2025

11 રાજ્યોની પોલીસના રડાર પર

આ કેસ ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત નહોતો. 11 રાજ્યોની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં રોકાયેલી હતી. રેની પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળી આવ્યા છે, જેણે એક મોટા સાયબર ક્રાઈમ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેણીએ સરખેજમાં જિનિવા લિબરલ સ્કૂલ, બોપલમાં દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવામાં BJ મેડિકલ કોલેજ અને મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અગ્રણી સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા અનામી એકાઉન્ટ્સમાંથી 21 થી વધુ ઇમેઇલ મોકલ્યા હતા. આ ઈમેઈલની તપાસ દરમિયાન સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને કોમ્યુનિકેશન પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં જોસિલ્ડાની ઈન્ટરનેટ એક્ટિવિટી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા નકલી એકાઉન્ટ્સની ઓળખ થતાં મહત્ત્વની કડી મળી હતી.

એક ભૂલથી તે પકડાઈ ગઈ

શરદ સિંઘલે કહ્યું, “રેનીની એક ભૂલ અમને તેની પાસે લઈ ગઈ. તેણીએ વિચાર્યું હતું કે તે ડાર્ક વેબ પર અસ્પૃશ્ય રહેશે, પરંતુ અમારા સાયબર ક્રાઈમ યુનિટની તીક્ષ્ણ નજરે તેણીને જાળમાં ફસાવી દીધી.” આ ધરપકડ સાયબર ક્રાઈમ સામેની એક મોટી જીત છે.

Share Article

Other Articles

Previous

હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ

Next

Mobile Manners : પબ્લિક પ્લેસમાં અવાજના આતંકવાદીઓથી તમે પણ છો પરેશાન? આ છે તેમને સુધારવાની ટીપ્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
17 મિનિટutes પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
41 મિનિટutes પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
1 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

ઓલ ઇઝ વેલ ?? એકનાથ શિંદેએ ફરી આજની તમામ બેઠકો કરી રદ : અજિત પવાર દિલ્હી જવા રવાના
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રણચંડી બનીને મહિલાઓએ દારુના અડ્ડા પર તોડફોડ કરી
નેશનલ
2 વર્ષ પહેલા
રામગોપાલ વર્માની ફિલ્મનું સેન્સર સર્ટિ. સસ્પેન્ડ, વાંચો કારણ
Entertainment
1 વર્ષ પહેલા
UAEથી દિલ્હી લવાયો બબ્બર ખાલસાનો ખૂંખાર આતંકી
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર