અમરેલી : જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારી ઢળી પડતા નીપજ્યું મોત
આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં 25 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી. ત્યારે મતદાન વચ્ચે અમરેલીના જાફરાબાદમાં એક દુખદ સમાચાર સામે ચૂંટણી ફરજ દરમિયાન મહિલાકર્મી નું મોત નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર આ ઘટના અમરેલી જીલ્લાના જાફરાબાદની છે જ્યાં સાગર પ્રાથમિક શાળાનું મતદાન ફરજ દરમિયાન ઢળી પડતા મોત નીપજ્યું હતું. ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારી કૌશિકબેન બાબરીયાનું ઢળી પડ્યા હતાજે બાદ તેમણે ઈમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.પ્રાથમિક અનુમાન મુજબ મહિલાનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. મહિલા કર્મચારીના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.