શિયાળો જામ્યો : રાજકોટમાં 7.3 ડીગ્રી તાપમાન,સિઝનનો સૌથી ઠંડો દિવસ ; જાણો અન્ય જિલ્લામાં તાપમાનનો પારો કેટલો ગગડ્યો
રાજકોટ સહિત ગુજરાતમાં સુસવાટા મારતા કાતિલ ઠંડા પવનના સુસવાટા વચ્ચે ટાઢોડું યથાવત છે. ઉત્તરપૂર્વના ઠંડા પવનને કારણે લોકોએ દિવસભર ઠારનો અહેસાસ કરી ગરમવસ્ત્રોમાં લપેટાઈ રહેવું પડે તેવી સ્થિતિ છે. મંગળવારે રાજ્યમાં નલિયામાં 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું તો રાજકોટમાં લઘુતમ તાપમાનમાં આંશિક સુધારા સાથે મંગળવારે 9.8 ડિગ્રી નોંધાયું છે.
આજે કચ્છના નલીયા અને ગિરનાર પર્વત ઉપર સૌથી નીચુ ૩.૪ ડીગ્રી, રાજકોટમાં ૭.૩ ડીગ્રી, ડીસા ૮.૮, ભુજ ૯.ર, જામનગર ૧૧, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તો જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે તાપમાનમાં ઘરખમ ઘટાડો થતાં સિઝનનું સૌથી નીચું ૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે .
- અમદાવાદ 12.1 ડિગ્રી
- અમરેલી 11.7 ડિગ્રી
- બરોડા 11.4 ડિગ્રી
- ભાવનગર 12.6 ડિગ્રી
- ભુજ 9.2 ડિગ્રી
- ડીસા 8.8 ડિગ્રી
- દ્વારકા 13.8 ડિગ્રી
- કંડલા 12.4 ડિગ્રી
- નલિયા 3.4 ડિગ્રી
- પોરબંદર 12 ડિગ્રી
7 ફેબ્રુઆરીનું તાપમાન
ઉલેખનિય છે કે મંગળવારે રાજકોટમાં 9.8, નલિયામાં 6.2 ડિગ્રી,જુનાગઢમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, ઓખામાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 15.4 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.5 ડિગ્રી, ડીસામાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી અને વડોદરામાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મહત્તમ તાપમાનમાં પણ આંશિક વધારા સાથે મંગળવારે 27.1 ડિગ્રી નોંધાયું હતું.