શું RCB પ્લેઓફમાં આવશે ?? આ 4 ટીમો હારે તો ખુલશે RCBનાં કિસ્મત
જ્યારથી IPLની શરુઆત થઈ છે ત્યારથી લઈને આજ દિવસ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPLની ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. કોઈને કોઈ કારણોસર આ ટીમેં ક્યારેય IPLનું ટાયટલ જીતી નથી ત્યારે આ સીઝનની વાત કરીએ તો IPLની વર્તમાન સિઝનમાં RCBએ જોરદાર વાપસી કરી છે અને સતત ચાર મેચ જીતી છે. જોકે, RCBનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો હજુ પણ ઘણો મુશ્કેલ લાગે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની આરસીબી પાસે હાલમાં 12 મેચમાં દસ પોઈન્ટ છે ત્યારે શું આ ટીમની કિસ્મત ચમકશે ??
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સતત ચોથી જીત હાંસલ કરી છે. ગુરુવારે (9 મે)ના રોજ HPCA સ્ટેડિયમ, ધરમશાલા ખાતે રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) ને 60 રનથી હરાવ્યું હતું. આરસીબીની જીતનો હીરો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રહ્યો, જેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની તકો અકબંધ રાખી છે.
જોકે, RCBનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો હજુ પણ ઘણો મુશ્કેલ લાગે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની આરસીબી પાસે હાલમાં 12 મેચમાં દસ પોઈન્ટ છે અને તે સાતમા સ્થાને છે. જોકે, સારી વાત એ છે કે તેનો નેટ રન રેટ હવે પ્લસ (0.217)માં છે. RCBને દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે મેચ રમવાની છે. જો RCB તેની બાકીની બે મેચ જીતી લે તો તે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. RCBએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
આમ, RCB ત્રીજા સ્થાને રહીને ક્વોલિફાય કરી શકે છે
♦ ચેન્નાઈની ટીમ ગુજરાત, રાજસ્થાન અને RCB સામે હારી ગઈ.
♦ સનરાઇઝર્સ હૈદરાબાદ ગુજરાત અને પંજાબ સામે હારી ગયું.
♦ દિલ્હી કેપિટલ્સ આરસીબી અને લખનૌ સામે હારી.
♦ લખનૌની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું, પરંતુ મુંબઈ સામે હાર્યું.
જો ઉપરોક્ત સમીકરણ બંધબેસે છે, તો RCB પાસે ત્રીજા ક્રમે અને લખનૌ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાને રહીને ક્વોલિફાય થવાની સારી તક છે. જો દિલ્હી કેપિટલ્સ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવે તો પણ RCB ત્રીજા સ્થાને રહી શકે છે કારણ કે રિષભ પંતની ટીમનો નેટ રન રેટ RCB કરતા ખરાબ છે.