દશેરા-દિવાળીએ સોનુ 1.10 લાખની સપાટીને પાર? સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે : 18,14 કેરેટની માંગ વધી
દશેરા-દિવાળીના તહેવારોને લઈ પીળી ધાતુ (સોનુ) સર્વોચ્ચ સપાટીએ આવી ગયું છે.સપ્તાહની શરૂઆત સાથે જ સોનુ અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. રાજકોટની સોની બજારમાં સોમવારે 10 ગ્રામ સોનામાં 2,400 રૂપિયાનું ઉછાળો આવી 1.08 લાખની સપાટી પાર કરી હતી. 100 ગ્રામના ભાવમાં 24,000 નો વધારો નોંધાયો. જોકે માર્કેટ બંધ થવા પૂર્વે આંશિક ઘટાડો જોવા મળ્યો.

ઝવેરીબજારના ટોચના ઝવેરીઓનું કહેવું છે કે યુ.એસ. ટેરીફ વોર વચ્ચે રૂપિયા સતત ઘટી રહ્યો છે. સેફ હેવન તરીકે સોનામાં ફેડરલ અને સેન્ટ્રલ બેંકો દ્વારા ખરીદી વધી છે. ઓક્ટોબરમાં ટેરીફ મુદ્દે બેઠક મળવાની છે, ત્યાં સુધી સોનામાં તેજી ચાલુ રહેવાની ધારણા છે. આ સાથે દશેરા-દિવાળાના તહેવારો બાદ લગ્નની મોસમ આવતાં સોનાની સપાટી 1.10 લાખને પાર કરી જવાની આશા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે. કિલો દીઠ 5,600 વધારા સાથે ચાંદી 1,23,250 રૂપિયા સુધી પહોંચી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જવેલર્સનું કહેવું છે કે આગામી દિવસોમાં ચાંદીમાં પણ વધુ આગેકૂચ જોવા મળશે.
આ પણ વાંચો :T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ
આ વર્ષે એટલે કે 8 મહિનામાં 24 કેરેટ સોનુ રૂ.28,000 મોંઘું થયું છે.જ્યારે ચાંદી 37,000 ઉંચકાઈ છે.વૈશ્વિક માંગ તથા ટેરીફ મુદ્દા ભાવ વધારાને ટેકો આપે છે.સોનાના વધતા ભાવને પગલે રાજકોટમાં ખરીદી 35 ટકા ઘટી ગઈ છે. ભાવ વધતા લોકો હવે ઓછા કેરેટના સોનાં જેવી કે 18, 14 અને 9 કેરેટ તરફ વળી રહ્યા છે.
