દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કોણ? ‘ટેલિગ્રામ’ દ્વારા ખૂલી શકે છે રહસ્યો, ચેનલ પર કટરવાદી ડોક્ટરોનું જૂથ સક્રિય
દિલ્હીમાં 12 નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને અન્ય 22 લોકોને ઘાયલ કરનાર કાર વિસ્ફોટે સમગ્ર દેશને ધ્રુજાવી દીધો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બંધ થવાની અપેક્ષા હતી પણ ઊલટાની દેશમાં આતંકવાદી ગતિવિધિઓ વધુ વેગવંતી બની હોય તેવું ચિત્ર છેલ્લા અઠવાડિયા દરમિયાન બનેલા ઘટના ક્રમ ઉપરથી ઉપસ્યું છે.ચિંતાની વાત એ છે કે ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં અને અનેક રાજ્યોમાં સ્લીપર સેલ ખૂબ સક્રિય રીતે કાર્યરત હોવાનું બહાર આવી રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે અત્યાર સુધી આતંકવાદનું કેન્દ્ર
જમ્મુ કાશ્મીર હતું પણ હવે તેનો વ્યાપ હરિયાણાથી ઉતર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સુધી વિસ્તર્યો છે.ગત અઠવાડિયે ગુજરાતમાંથી પણ ત્રણ આતંકવાદીઓ પકડાયા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.સૌથી ખતરનાક વાત એ છે કે આતંકવાદના પરંપરાગત મોડ્યુલો ઉપરાંત હવે ભારતમાં વ્હાઇટ કોલર મોડ્યુલનો પગપેસારો થઈ ગયો છે.માત્ર ધર્મઝનૂની, કટ્ટરવાદી મુસ્લિમો જ નહીં પણ ઉચ્ચ શિક્ષિત મુસ્લિમો પણ આતંકવાદી પ્રવૃતિમાં સામેલ થવા લાગ્યા છે અને આ મોડ્યુલ આતંકવાદનો સૌથી ખતરનાક ચહેરો સાબિત થઈ શકે છે.એ ખાસ નોંધવા જેવું છે કે કાર વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર પણ ડોક્ટર હતો.
સુરક્ષા એજન્સીઓ હાલ માં જ આતંકવાદમાં સામેલ ઓછામાં ઓછા પાંચ ડોકટરોની ધરપકડ કરી છે.કહેવાની જરૂર નથી કે આ તમામ ડૉક્ટરોના જૈશ-એ-મોહમ્મદ (JeM), આન્સાર ગાઝવાત-ઉલ-હિંદ (AGuH) અને આઈએસઆઈએસ (ISIS) જેવા આતંકી જૂથો સાથે જોડાયેલા છે.આ તમામ તબીબો “ડોક્ટર્સ ઓફ ડૂમ” તરીકે ઓળખાતા આતંકવાદી મોડ્યુલ નો ભાગ હોવાનું માનવામાં આવે છે.પકડાયેલાઓમાં એક લખનૌની મહિલા ડોક્ટર છે. આ તબીબો ટેલિગ્રામ ચેનલો પર સક્રિય કટ્ટરપંથી ડોક્ટરોના જૂથ સાથે સંકળાયેલા છે.NIA, NSG, IB અને વિવિધ રાજ્ય પોલીસની ટીમો કામ કરી રહી છે. વધુ ધરપકડોની શક્યતા છે, કારણ કે આ નેટવર્ક પાકિસ્તાન અને આફ્ગાનિસ્તાન સુધી ફેલાયેલું છે
બધા તબીબોના સીમાપારના સંગઠનો સાથે તાણાવાણા
ડો.અહમદ મોહિયુદ્દીન સૈયદ:
હૈદરાબાદમાં રહેતા 35 વર્ષના આ તબીબે ચીનમાંથી MBBS કર્યું હતું. 7 નવેમ્બરના રોજ ગુજરાત એટીએસ દ્વારા અડાલજ ટોલ પ્લાઝા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. હા ડોક્ટર જીવલેણ રિસિન
ઝેર તૈયાર કરવાની વિતરણ માં આપો. તેણે આરએસએસના કાર્યાલયો અને બજારોની રેકી કરી હતી.
પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયારો મેળવ્યા હતા. દિલ્હી લખનઉ અને અમદાવાદ પર હુમલા નું આયોજન કર્યું હતું.
અફઘાનિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ISIS/ISKP
ના હેન્ડલર અબુ ખદીજા સાથે સાંઠગાંઠ ધરાવતો હતો.
ડૉ. અદીલ અહમદ રથર
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા જિલ્લાનો રહીશ હતો. અનંતનાગ (J&K)ના GMC હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતી. જમ્મુ કાશ્મીરમાં જૈશ – એ- મહંમદના સમર્થનમાં લાગેલા પોસ્ટરોના મામલામાં તેની ઉત્તર પ્રદેશના સહરાનપુરમાંથી 30 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના લોકર માંથી એકે ફોર્ટી સેવન અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેની આખરી પૂછપરછમાં ફરીદાબાદ મોડ્યુલોનો ખુલાસો થયા બાદ આ આખા નેટવર્કનું પગેરું મળ્યું હતું.
ડૉ. મુઝમ્મિલ શકીલ
જમ્મુ કાશ્મીરના પુલવાનો વતની 35 વર્ષનો આ ડોક્ટર ફરીદાબાદની સલાહ મેડિકલ કોલેજમાં શિક્ષક અને સિનિયર રેસિડેન્ટ તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતો હતો.
પોલીસે પડેલા દરોડામાં તેને ત્યાંથી 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ સહિત 2,900 કિલો IED મટિરિયલ , AK-47, પિસ્તોલ, 83 કાર્ત્રિજ, 20 ટાઇમર્સ મળી આવ્યા હતા. લાલ કિલ્લા નજીક કાર રિપોર્ટ કરનાર
ડોક્ટર ઉંમર મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. પાકિસ્તાની હેન્ડલર્સ સાથે તે સંપર્ક ધરાવતો હતો.
ડૉ. શાહીન શાહિદ
ઉત્તર પ્રદેશના લખનઉના લાલબાગ વિસ્તાર માં રહેતી આ મહિલા તબિયત પણ ફરીદાબાદ ની અલ ફલાહ યુનિવર્સિટીમાં ફેકલ્ટી મેમ્બર હતી. તારીખ 9 અને 10 નવેમ્બરે પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન તેની
મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી AK-47, લાઇવ કાર્ત્રિજ અને હથિયારો મળી આવ્યા હતા. JeM સાથે લિંક ધરાવતા ડૉ. મુઝમ્મિલ સાથે તે ઝાડ રીતે સંકળાયેલી હતી અને વિશાળ ષડયંત્રની ભાગીદાર હતી.
ડૉ. ઉમર મોહમ્મદ
લાલ કિલ્લા નજીક હુમલો કરનાર પુલવામાના કોઇલ ગામના 36 વર્ષના આ તબીબે જીએમસી, શ્રીનગરમાંથી MD ની ડિગ્રી મેળવી હતી. ફરીદાબાદની અલ ફલાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવ્યા બાદ તે દિલ્હી શિફ્ટ થયો હતો. ડોક્ટર રથેર અને ડોક્ટર શકીલની ધરપકડ બાદ પોતે પણ પકડાઈ જશે એ નિશ્ચિત બની ગયા બાદ તેણે એમોનિયમ નાઈટ્રેટથી ભરેલા વિસ્ફોટકો સાથેની કાર સાથે આત્મઘાતી હુમલો કર્યો હતો.
