કોણ છે રુચિ ગુર્જર? વડાપ્રધાન મોદીના ફોટાવાળો નેકલેસ પહેરીને પહોંચી કાન્સમા, લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટર અને એક્ટ્રેસ અનોખા અંદાજમાં ડેબ્યૂ કરતાં હોય છે. ત્યારે એક્ટ્રેસ રુચિ ગૂર્જરે પોતાના લુકથી દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યુ હતું. વડાપ્રધાન મોદીના ચિત્રવાળો હાર પહેરી રુચિ ગુર્જર કાન્સમાં પહોંચી હતી. એક્ટ્રેસે આ બાબતે કહ્યું હતું કે આ ફક્ત ગળાનો હાર નથી પરંતુ દેશભક્તિનો સંદેશો છે.

રૂચિ ગુર્જર કાન્સમાં ફક્ત તેની ફેશનને કારણે જ નહીં પરંતુ તેના ખાસ સંદેશને કારણે પણ ચર્ચામાં છે. રૂચિ ગુર્જર એક ભારતીય મોડેલ, અભિનેત્રી અને મિસ હરિયાણા 2023 છે. રૂચિ ગુર્જરે પીએમ મોદીના ચિત્રવાળો નેકલેસ પહેરવા અંગે પણ નિવેદન આપ્યું હતું. તેણીએ કહ્યું, “આ ગળાનો હાર ફક્ત ઘરેણાંનો ટુકડો નથી. આ મારા પ્રધાનમંત્રીને સમર્પિત છે જેમણે ભારતને એક નવી ઓળખ આપી છે.

હું આ ગૌરવને આખી દુનિયા સુધી પહોંચાડવા માંગુ છું.” રૂચિનો લુક માથાથી પગ સુધી સુંદરતાથી ભરેલો હતો. જયપુર મિરર વર્ક ડ્રેસ, ઝરી દુપટ્ટા પર હાથથી ભરતકામ કરેલી જરદોઝી, કપાળ પર માંગ ટિક્કા, હાથમાં બંગડીઓ અને લાલ અલ્તા સાથે, રુચી એક અનોખા અંદાજમાં શાહી અંદાજમાં જોવા મળી હતી .

કોણ છે રૂચી ગુર્જર?
ગ્લેમર ઉપરાંત, રુચિ ગુર્જર ભારતીય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે. જયપુરની મહારાણી કોલેજમાંથી સ્નાતક થયા પછી, તેણી પોતાના ફિલ્મી સપનાઓને પૂર્ણ કરવા માટે મુંબઈ ગઈ. હવે તે એક મોડેલ, અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ હરિયાણા 2023 છે.
જોકે, તેમની સફર સરળ નહોતી. રાજસ્થાનના ગુર્જર પરિવારમાં ઉછરેલી રુચિને શોબિઝમાં કારકિર્દી બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બોલિવૂડ MDB સાથેની એક મુલાકાતમાં તેણીએ કહ્યું, “હું ગુર્જર પરિવારમાંથી હોવાથી, ત્યાંની મહિલાઓને મારી જેમ કામ કરવાની મંજૂરી નથી. બોલિવૂડમાં કામ કરતી મહિલાઓ પ્રત્યે લોકોની માનસિકતા બદલવી મુશ્કેલ હતી. હું મારા સમાજમાં એક પ્રેરણા બનવા માંગુ છું જેણે લોકોની માનસિકતા સામે લડત આપી.”