સમગ્ર ગુજરાતમાં માવઠાનો માર : આજે 13 જિલ્લામાં યલો એલર્ટ, માવઠાને પગલે પ્રધાનોને દોડાવતા CM, છેલ્લાં 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ત્રિપુટી તરખાટ મચાવી રહી છે, ગઇકાલે પણ રાજ્યના 239 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો તો આજે પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનો કહેર યથાવત છે. ત્યારે આજે રાજ્યના 13 જિલ્લામાં તો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદથી ખેડૂતો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા વહેલી તકે સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સોમવારે પણ કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કહેર વરસાવ્યો હતો.. કારતકે અષાઢી માહોલ છવાતા અમરેલી અને ભાવનગર જિલ્લામાં જળાશયો છલકાયા હતા અને ચોતરફ પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.જો કે, રાજકોટ શહેર-જિલ્લામાં ઝાપટા જ વરસ્યા હતા. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં સાર્વત્રિકરાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છેજેમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં માવઠા થયા છે. જેમાં રાજુલામાં 8.50 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 121 તાલુકામાં 1 ઈંચથી વધુ માવઠાનો વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ
હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ઉદભવેલી ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમને પગલે સોમવારે અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ છેલ્લા 24 કલાકની તો ગુજરાતના કુલ 236 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
આ પણ વાંચો : થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1 OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
રાજુલામાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે મહુવામાં 7.24 ઈંચ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ, ઉનામાં 5.51 ઈંચ, લીલીયામાં 5.39 ઈંચ, સાવરકુંડલામાં 4.88 ઈંચ, વડોદરામાં 4.8 ઈંચ, ખાંભામાં 4.72 ઈંચ, સુત્રાપાડામાં 4.72 ઈંચ, તળાજામાં 4.65 ઈંચ, ગીર ગઢડામાં 4.57 ઈંચ, વેરાવળમાં 4.37 ઈંચ, કોડીનારમાં 4.29 ઈંચ, વલભીપુરમાં 4.17 ઈંચ, બારડોલીમાં 4.17 ઈંચ, ઉમરપાડામાં 3.74 ઈંચ, વાગરામાં 3.58 ઈંચ, નડીયાદમાં 3.39 ઈંચ, બાલાસિનોરમાં 3.27 ઈંચ અને જેસરમાં 3.19 ઈંચ વરસાદ નોંધાયો છે.
માવઠાને પગલે પ્રધાનોને દોડાવતા સીએમ
રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં કમોસમી વરસાદે કહેર વર્તાવી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવી લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના મંત્રીઓ સાથે મિટિંગ યોજી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા, પ્રદ્યમન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામીત સહિતના મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકત લેવા સૂચના આપી હતી.
