ગુજરાતમાં કયો પ્લાન્ટ સ્થપાશે ? જુઓ
કેન્દ્રીય કેબિનેટે કોને આપી મંજૂરી ?
ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને નવા નવા સાહસો સાથે દુનિયામાં તેની નોંધ લેવાઈ રહી છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ભારત આગળ વધે છે. દેશની ટોચ લેવલની કંપનીઓ પણ તેમાં સહભાગી બની રહી છે. હવે ભારત સેમિકંડક્ટર બનાવવા માટે પ્રભાવક આગેકૂચ કરી રહ્યું છે.
કેન્દ્રીય કેબિનેટે ટાટા સેમિકંડક્ટર ફેબ પ્લાન્ટને મંજૂરીની મોહર મારી દીધી હતી. આ મહત્વનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવશે . આ પહેલા પણ આ બાબતની ચર્ચા થઈ હતી. પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 80 હજાર કરોડનો ખર્ચ કરાશે. ગુજરાતમાં રોજગારનો અવકાશ પણ વધશે અને સેંકડો લોકોને આર્થિક લાભ થશે.
કેન્દ્રીય કેબિનેટે ટાટાના સેમિકંડક્ટર પેકેજિંગ પ્લાન્ટને પણ મંજૂરી આપી દીધી હતી. પેકેજિંગ પ્લાન્ટ આસામમાં સ્થાપવામાં આવશે. આ સાથે કેબિનેટે ફર્ટિલાઇઝર સબ્સિડીને પણ મંજૂરી આપી હતી જે રૂપિયા 24 હજાર કરોડની છે. ટાટાના સેમિકંડક્ટર પ્લાન્ટની વાત છેલ્લા સમયથી થઈ રહી હતી અને ગુરત સરકારે પણ તેમાં સારો સહયોગ આપ્યો છે.
દેશ અને દુનિયામાં ગુજરાતની શાનમાં વધારો થવાનો છે અને સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં આવી રહ્યો છે ત્યારે દુનિયાભરની નજર ગુજરાત પર મંડાઇ છે. રૂપિયા 80 હજાર કરોડના ખર્ચે સ્થપાનારા આ પ્લાન્ટ સાથે રાજ્યમાં રોજગાર ખૂબ જ વધવાનો છે તેમ માનવામાં આવે છે.