Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લગ્ન ભાગીને થાય કે સહમતિથી થાય, માતા-પિતાની મંજુરી ફરજિયાત કરો : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોની માંગણી

Wed, December 17 2025

હાલના સમયમાં યુવાવયની ઘણી છોકરીઓને લગ્નના નામે ફસાવવામાં આવે છે અથવા ઘણા કિસ્સામાં છોકરીઓ ભપકાથી અંજાઈ જઈને લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે. આવા કિસ્સામાં તેમની લગ્નનોંધણીમાં માતા-પિતાની સહમતિ હોય તો જે દુષણ ઉભું થયું છે તે દુર થશે તેવી રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. અમદાવાદનાં ઠક્કરબાપાનગર વિસ્તારના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાએ વોઈસ ઓફ ડે સાથે વાત કરતા કહ્યુ હતું કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગણી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કરવામાં આવી છે. આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સમક્ષ પણ કરવામાં આવી છે. સરકાર આ દિશામાં ઘણી પોઝીટીવ છે.

તેમણે તો એમ પણ કહ્યુ કે, સરકાર ઈચ્છશે તો વિધાનસભાના આગામી સત્રમાં પણ આ અંગેનો ખરડો આવી શકે છે. અમદાવાદના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા સહિત પટેલ સમાજના આશરે દસ આગેવાનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી આ મુદ્દે કાયદાકીય સુધારાની માંગ કરી હતી.

પ્રતિનિધિમંડળે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા-દીકરીઓ ઘણીવાર માતા-પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાય છે.

આ પણ વાંચો :રાજકોટમાં યુવક-યુવતીઓમાં ખૂટી રહી છે ધીરજ: 19થી 35 વર્ષના ચાર લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ભરમાવી લગ્ન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આવી ઘટનાઓ રોકવા માટે લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ લેવી કાયદેસર ફરજિયાત બનાવવાની જરૂરિયાત છે, જેથી પરિવારને જાણ રહે અને દીકરીઓ ખોટા નિર્ણયથી બચી શકે.

વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે, “માતા-પિતાની જાણ વગર થતાં લગ્નોના કારણે ઘણી વખત ગંભીર સામાજિક અને માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. કેટલીક ઘટનાઓમાં દીકરીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે તણાવનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ અટકાવવા માટે હવે કાયદાકીય વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.”

આ પણ વાંચો :કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા

આ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી સમગ્ર બાબત પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું છે.

હિંદુ મેરેજ એકટમાં સુધારો કરો

પ્રતિનિધિમંડળે સરકારને સૂચન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ મેળવવાની જોગવાઈ કરવામાં આવે. આવું થવાથી કાચી ઉંમરના દીકરા-દીકરીઓ અણસમજણમાં ખોટા નિર્ણયો ન લે અને તેમના તેમજ તેમના પરિવારના જીવન પર ગંભીર અસર ન પડે.

Share Article

Other Articles

Previous

રાજકોટની 65 કોલેજમાં રખડતાં શ્વાનને પ્રવેશતા અટકાવશે ‘પ્રોફેસર’! ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા તમામ કોલેજને પરિપત્ર

Next

રાજકોટમાં યુવક-યુવતીઓમાં ખૂટી રહી છે ધીરજ: 19થી 35 વર્ષના ચાર લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
11 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
52 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
1 કલાક પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2887 Posts

Related Posts

બિટકોઇન vs ગોલ્ડ રોકાણ શેમાં કરવું ?? જાણો Bitcoin અને સોનાના ફાયદા અને ગેરફાયદા વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આવતીકાલે લોકસભામાં પ્રશ્નકાળ બાદ વકફ સુધારા ખરડો રજૂ થશે, આઠ કલાકની ચર્ચાનો સમય રખાયો છે, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજીજુનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તમામ નોંધો રદ્દ કરવા રાજકોટ કલેકટરનો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
5 મહિના પહેલા
1લી ઓક્ટોબરથી આ 10 મોટા ફેરફાર થશે : દરેકના ખિસ્સાને કરશે અસર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર