ફરી ક્યાં મળી બોમ્બ ધડાકાની ધમકી ? જુઓ
દિલ્હી , નોઈડા અને અમદાવાદ બાદ હવે જયપુર તોફાની તત્વોના નિશાના પર છે. જયપુરની ઘણી મોટી શાળાઓને સોમવારે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. જેમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જયપુરમાં બોમ્બ વિસ્ફોટોની વરસી પર મળેલા આ ઈમેઈલોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સક્રિય કરી દેવામાં આવી હતી. શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પણ કઈ વાંધાજનક મળ્યું નહતું.
જે શાળાઓમાં ઈમેલ આવ્યા છે ત્યાં પોલીસની ટીમો પહોંચી ગઈ હતી. . સ્નિફર ડોગ ટીમ સાથે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે શાળાને ખાલી કરાવી તપાસ શરૂ કરી હતી. જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે કહ્યું કે ચાર મોટી શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. . બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને શાળામાંથી બહાર કાઢીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જયપુર એરપોર્ટ પર પણ ધમકી મળી હતી
એક દિવસ પહેલા એટલે કે રવિવારે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ દેશના અન્ય ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હી, જયપુર, દિલ્હી, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનૌ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે. થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર મળેલા ઈ-મેઈલથી એરપોર્ટ પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. જો કે કોઇપણ એરપોર્ટ પર કંઇ મળ્યું ન હતું.