વડાપ્રધાન ફરી યુપીની મુલાકાતે ક્યારે જશે ?
- વડાપ્રધાન મોદી શપથ બાદ 10-11 મીએ વારાણસી જશે
- શપથ લેતા પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ તરત જ કામ શરૂ કરી દેશે અને તેઓ 10 અથવા 11 મીએ વારાણસીની મુલાકાત લઈ શકે છે અને આ માટેનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. વારાણસી જઈને મોદી મતદારોનો આભાર માનશે અને નેતાઓ સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે.
વડાપ્રધાનને આવકારવા અને સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી યોગીએ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. દરમિયાનમાં વડાપ્રધાને શપથ ગ્રહણ રવિવારે યોજાય તે પહેલા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ તકે એમનીં સાથે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ રહ્યા હતા.
દરમિયાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને લઈને શનિવારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપની બેઠક મળી હતી જેમાં ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. કેટલાક રાજ્યોના પ્રમુખો પણ બેઠકમાં આવ્યા હતા.