આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
રાજકોટવાસીઓ છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમયથી જેનું સ્વપ્ન સેવી રહ્યા છે તે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ વધવાનું નામ જ લઈ રહ્યો ન હોય હવે તો આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો થશે તેનો જવાબ આપવાની સ્થિતિમાં ખુદ મહાપાલિકા તંત્ર પણ ન રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જનરલ બોર્ડમાં આ પ્રોજેક્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો તંત્રવાહકો દ્વારા ‘છેતરામણો’ જવાબ આપવામાં આવતાં આ પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયાનું લાગ્યા વગર રહેતું નથી.

જનરલ બોર્ડમાં પૂછવામાં આવ્યું હતું કે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ક્યારે બનશે ? કેટલા વર્ષ પહેલાં જાહેરાત થઈ હતી ? કોણે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી ? સરકારે આ પ્રોજેક્ટ માટે કેટલા નાણાં ફાળવ્યા ? કેટલી કામગીરી થઈ ? બાકી કામગીરી ક્યારે થશે ? જે કામગીરી થઈ છે તેની સ્થિતિ શું છે ?
આ પણ વાંચો : રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
આ પ્રશ્નોનો સરળ જવાબ આપવાની જગ્યાએ મહાપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે આ યોજના ફેઈઝવાઈઝ મતલબ કે તબક્કાવાર સાકાર કરવા હાલ ઈન્દીરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં પ્રથમ ફેઈઝમાં ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા . ફાળવ્યા ? કેટલી કામગીરી થઈ ? બાકી કામગીરી ક્યારે થશે ? જે કામગીરી થઈ છે તેની સ્થિતિ શું છે ?

આ પ્રશ્નોનો સરળ જવાબ આપવાની જગ્યાએ મહાપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે આ યોજના ફેઈઝવાઈઝ મતલબ કે તબક્કાવાર સાકાર કરવા હાલ ઈન્દીરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં પ્રથમ ફેઈઝમાં ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા ઈન્દિરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં કામગીરી કરવા પ્લાનિંગ અને ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યાનું તંત્રનું કથન સાત વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો, ત્રણથી વધુ કમિશનર બદલાઈ ગયા, બે મેયર બદલાયા છતાં હજુ સુધી જાહેરાત કરી શકાય તેવી કોઈ જ કામગીરી નથી કન્સલ્ટન્ટ દ્વારા પ્લાનિંગ અને ડિઝાઈનની કામગીરી કરવામાં આવીરહી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ પ્રોજેક્ટ માટે રૂા. 51 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કામ માટે, ઇસ્ટ બેન્કમાં તેમજ વેસ્ટ બેન્કમાં પાર્ટ ભાગમાં ઈન્ટર સેપ્ટર લાઈન નાખવામાં આવી છે. પ્લાનિંગ અને ડિઝાઈનની કામગીરી પૂર્ણ થયેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એકંદરે તંત્રવાહકો દ્વારા ઉપરોક્ત જે જવાબ આપવામાં આવ્યા છે તે શહેરીજનોને સીધી રીતે જરા પણ સમજાય એમ નથી. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે અને જાહેરાત કેટલા વર્ષ પહેલાં થઈ હતી તેનો જવાબ જ આપવામાં આવ્યો નથી. તંત્રવાહકોએ એકદમ ટેક્નીકલ ભાષામાં આ પ્રશ્નનો જવાબ આપી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.