જ્યારે વ્યક્તિ બીજું જીવનદાન મળે ત્યારે ! ફેફસા-હૃદય બંને થાકી ગયા પણ રાજકોટની ‘હેતલે’ હિંમત ન હારી,વાંચો અંગદાન બાદ મળેલી જિંદગીની કહાની
મર્યા પછી રાખ બનીને ઉડી જવાને બદલે “અંગદાન” થકી કોઈની જિંદગી બેઠી કરવાનો અહેસાસ ખુદ મિરેકલ બનેલી રાજકોટની દિકરીથી વિશેષ કોણે હોય શકે…!!! હાર્ટ અને લગ્સ બીજાના મેળવી પોતાનું જીવન જીવી રહેલી હેતલ રાયચુરા આમ તો બેંક કર્મચારીની ફરજ નિભાવતાં નિભાવતાં તેની લાઈફનું એક માત્ર લક્ષ્ય કે ઓર્ગન ડોનેશન માટે મિશન ચલાવવું અને હેતલ આ ફિલ્ડમાં એવા લોકો માટે ખાસ કામ કરે છે જેમને બીજાના અંગો મેળવવા છે તો તેમની હેલ્પલાઇન બની છે હેતલ..

રાજકોટની આ હેતલ રાયચુરા અને તેમના કેસથી સૌ કોઈ માહિતગાર છે.એક એવી દીકરી કે જેને બે જન્મ મળ્યાં છે. વર્ષ 2014માં 21 વર્ષની ઉછળતી કૂદતી, યુવાવસ્થામાં પ્રવેશ સાથે જ ખબર પડે છે કે હવે કદાચ તેની હસ્તરેખા ટૂંકી થઈ રહી છે.શારીરિક તકલીફ જણાતાં રીપોર્ટ બાદ નિદાન થતાં ઉંચકજીવે એક વર્ષ પસાર થઈ ગયાં બાદ ખબર પડી કે,લાગણીઓથી ધબકતું આ હૃદય અને શ્વાસ આપતાં આ ફેફસાં તો હવે તેનાં રહ્યા જ નથી. કેરિયર ઘડે એ પહેલાં તો નિદાન થયું કે પલમોનરી હાયપર ટેનશન નામની બીમારી આવી ગઈ છે અને લાઈફ માટે સંઘર્ષ કરવો પડ્યો.

નાગરિક બેંકમાં જોબ મળી ગઈ ને આ પડકારો વચ્ચે સિનિયર એક્ઝિક્યુટિવનું પ્રમોશન મળ્યું પણ હૃદય અને ફેફસાંની મુશ્કેલી વધી જતાં નવી લાઈફ માટે હાર્ટ અને લગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. રાજકોટનાં સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડો.રાજેશ તૈલીનાં માર્ગદર્શન પછી હેતલનાં આ બંને અંગો માટે ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ,જો કે આ નિર્ણય પણ હેતલ અને તેના પરિવાર માટે સહેલો ન હતો કારણ કે જેમાં 60 લાખ જેટલો ખર્ચો અને બાકી આખી જિંદગી દવા અને રિપોર્ટ તો ખરાં જ… જેમાં સૌથી મોટું યોગદાન સમાજ તરફથી હેતલને મળી ગયું, આર્થિક ખર્ચ માટે બેન્ક, સરકારની યોજનાઓ, તબીબો, દાતાઓ, ફ્રેન્ડસ અને પરિવારે ટીપે..ટીપે.. સરોવર ભરી દીધું ને હૈદરાબાદમાં હેતલનાં નવા જન્મ માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી. આખરે ઓર્ગન ડોનેશન થકી વર્ષ 2022 માં હેતલને નવું હૃદય અને ફેફસાં મળી જતાં અનેક કસોટીનો સામનો કરનાર હેતલ રાયચુરાની લાઈફની નવી સફર શરૂ કરી છે.

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ 360 ડિગ્રીએ જીવન બદલાયું, શરતો પર નવી જિંદગી જીવે છે હેતલ
હવે મહત્વપૂર્ણ વાત કરીએ તો ઓર્ગન મળી જાય પછી જ સાચી અને કઠિન પરીક્ષા શરૂ થાય છે. હેતલનાં શબ્દોમાં નવા અંગો જે મને સપનામાં પણ ન હતું કે મળશે તે ડોનરનાં કારણે મળી તો ગયા,14 દિવસે રજા મળી ગઈ પણ હોસ્પિટલ નજીક જ રહેવાનું, જ્યાં દરરોજ રિહેબ સેન્ટરમાં જવાનું, કસરત કરવાની, દવાઓ તો આહારની જેમ લેવાની, ફૂડ પાઈપમાં ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખવાનું, એક સમયે તો એવો વિચાર આવ્યો કે મેં શુ કામ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું…?? દર મહિને 30 થી 40 હજારની દવાઓ, 1 લાખના ખર્ચે થાય એવી બાયોપ્સી તો દવા,માસ્ક તો આખી જિંદગી ફરજીયાત, ફ્રૂટ્સ અને સલાડ નહી ખાવાના, સ્વચ્છતા રાખવાની અને ભીડથી દૂર રહેવાનું… આ બધી શરતો મારી નવી લાઈફ માટેની છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ : કલેકટરે કર્યું નિરીક્ષણ
હેતલનું વધુ હેલ્ધી હાર્ટ મળ્યું… આ કંઈ ચમત્કારથી કમ નથી
4 વર્ષથી નવી જિંદગી માણી રહેલી હેતલને પહેલાં કરતાં વધુ મજબૂત હાર્ટ મળ્યું છે.નવું દિલ આવ્યાં પછી કઈ બદલાયું છે કે નહીં..? એ વિશે નિખાલતાથી કહે છે કે, મેડિકલએ મારું હૃદય બદલ્યું છે. મારી લાગણી નથી બદલાઈ,લોકો કહે છે કે બીજાનું હૃદય ધબકે છે તો તારી ફીલિંગ્સમાં ચેન્જ આવ્યો છે..? હું ચોક્કસ કહીશ કે મને હેલ્ધી હાર્ટ તો મળ્યું છે, દિલ તો અકબંધ રહ્યું છે. જેમને મને ડોનેટ કર્યું અને મને મળ્યું એટલે એક કોમન થોટ્સ આવી…”અંગદાન જાગૃતિ”
