દિવાળીએ સોયથી લઈ સોના સુધીની ખરીદી જ્યાંથી થાય છે ત્યાં ‘ખાખી’ની શું છે તૈયારી ?? જાણો રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારનો એક્સ-રે
૧૮ કિલોમીટરના વિસ્તારને ૧૦૦ પોલીસ જવાનોનું સુરક્ષાકવચ: તમામને અત્યારથી જ
એક્ટિવ’ કરી દેવાયા
સૌથી વધુ વૉચ સોની બજાર ઉપર: કોઈનું ગળું કે ખીસ્સું હળવું ન થાય તે માટે શંકાસ્પદ હલચલ પર પોલીસ સ્ટાફ બાજ'ની આંખે રાખશે ધ્યાન
દિવાળી એકદમ ઢુકડી આવી ગઈ છે. લોકો આ તહેવારમાં મન ભરીને ખરીદી કરતા હોય છે. આ એક જ પર્વ એવું છે જેમાં લોકો ખીસ્સાનું વજન નહીં બલ્કે ખરીદીની ખુશીમાં મગ્ન થયા વગર રહી શકતા નથી. ખુશીનો આટલો માહોલ હોય અને બજારમાં ખરીદીની રોનક પૂરબહારમાં ખીલી ઉઠી હોય ત્યારે તેમાં પોતાનો હાથ સાફ મતલબ કે ચોરીચપાટી, લૂંટ, ચીલઝડપ કરનારા તત્ત્વો પણ મેદાને ઉતરી પડતા હોવાથી પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારી કરી લેવામાં આવી છે. રાજકોટમાં અત્યારે ભલે મસમોટા મોલ બની ગયા હોય પરંતુ હજુ પણ જૂની બજારમાંથી ખરીદી કરવાનો ટે્રન્ડ જરા અમથો ઘટ્યો નથી. હવે ખરીદીની વાત આવે એટલે એ-ડિવિઝન પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતી બજારોની જ
ગણતરી’ કરવી પડે. અહીં સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર સહિતની સોયથી લઈ સોના સુધીની બજાર ધમધમી રહી છે એટલા માટે સ્વાભાવિક રીતે અહીં તસ્કરો તેમજ લૂંટારાઓનો ડોળો મંડરાયેલો રહેતો હોવાથી પોલીસે અહીં ચકલું’ય મતલબ કે તસ્કર ન ફરકે તે માટેની વ્યવસ્થા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોઈસ ઓફ ડે' દ્વારા એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારનો એક્સ-રે મતલબ કે ત્યાંથી ભૌગોલિક સ્થિતિ, ખરીદીની બજાર ઉપર કોઈ પ્રકારની અસર ન થાય અને કોઈનું પણ ગળું કે ખીસ્સું હળવું ન થાય તે માટે પોલીસ દ્વારા કેવી તૈયારી છે તેનો ચિતાર પોલીસ મથકના વડા મતલબ કે પીઆઈ સાથે વાતચીત કર્યા બાદ કાઢવામાં આવ્યો છે. આ પોલીસ મથક હેઠળ ૧૮ કિલોમીટરનો વિસ્તાર આવે છે અને આ સમગ્ર વિસ્તારને સુરક્ષા પૂરી પાડવા માટે ૧૦૦ પોલીસ જવાનોનું સુરક્ષાક્વચ મળી રહ્યું છે એટલા માટે અત્યારથી જ તમામને અત્યારથી જ તમામને
એક્ટિવ’ કરી દેવામાં આવ્યા છે. ઉપરોક્ત સ્ટાફ દ્વારા સૌથી વધુ નજર સોની બજાર ઉપર રાખવામાં આવી રહી છે કેમ કે અહીંથી જ મોટાપાયે સોના સહિતની હેરફેર થઈ રહી હોય છે.