તામિલ નાડુ ભાજપમાં શું થવાની છે નવાજૂની ? શું છે ચર્ચા ? જુઓ
તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ પહેલાથી જ વધી ગઈ છે. શું ડીએમકેને હરાવવા માટે ચૂંટણી પહેલા ભાજપ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે અન્નાડીએમકે વચ્ચે ગઠબંધન થશે? આ પ્રશ્ન દરેકના મનમાં છે. આ દરમિયાન એવા સમાચાર છે કે કે. અન્નામલાઈ ટૂંક સમયમાં ભાજપ તમિલનાડુ પ્રમુખનું પદ છોડી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023માં એઆઈએડીએમકે અને ભાજપ વચ્ચેના અણબનાવનું મુખ્ય કારણ કે.અન્નામલાઈ હતા. હવે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની વાતચીત તીવ્ર બનતાં,કે.અન્નામલાઈ તમિલનાડુ ભાજપના પ્રમુખ પદ છોડી શકે છે.
ભાજપ ચૂંટણી પહેલા એઆઈએડીએમકે સાથે જાતિ સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે, કે. અન્નામલાઈને ભાજપ પ્રમુખ પદ પરથી દૂર કરી શકાય છે.
જો ભાજપ અને એઆઈએડીએમકે 2026ની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડે છે, તો ભાજપ ઇચ્છતી નથી કે તેના અને એઆઈએડીએમકે બંનેના ચહેરા ગૌંડર સમુદાયના હોય. કે. અન્નામલાઈની જેમ એઆઈએડીએમકેના વડા એડપ્પડી કે. પલાનીસ્વામી પણ એ જ શક્તિશાળી પછાત સમુદાય અને પશ્ચિમ કોંગુ પ્રદેશ (જ્યાં ગૌંડર સમુદાયનું વર્ચસ્વ છે) માંથી આવે છે.