રિઝર્વ બેન્કે યુપીઆઈ યુઝ કરતાં લોકો માટે શું કરી જાહેરાત ? કઈ સુવિધા મળશે ? જુઓ
રિઝર્વ બેન્ક દ્વારા બુધવારે રેપો રેટમાં કાપ મૂકવા સાથે લોકોને બીજી પણ રાહત આપતી જાહેરાત કરાઇ હતી. બેન્કે કહ્યું હતું કે પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ વધારવાની પણ વિચારણા થઈ રહી છે . જ્યારે કોઈ વ્યક્તિ યુપીઆઈ , ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. તો તેને પર્સન-ટુ-મર્ચન્ટ કહેવામાં આવે છે. હવે તેમાં લિમિટ વધારવાની છૂટ અપાઈ છે. એનપીસીઆઈ આ બારામાં નિર્ણય લઈ શકે છે.
હાલમાં પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેને આરબીઆઇ બે લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વિચારી રહી છે. જો કે, આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા, એક બેંકથી બીજી બેંકમાં પૈસાની લેવડદેવડ માત્ર થોડી મિનિટોમાં થઈ જાય છે. યુપીઆઇના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેન્ક આ નિર્ણય લઈ રહી છે.
બેન્કે એવી ચોખવટ પણ કરી હતી કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથેની લેવડ-દેવડ માટેની સીમા પહેલાંની જેમ જ રૂપિયા ૧ લાખ યથાવત રખાઇ છે. જો કે દુકાનદારો સાથેના વ્યવહાર માટેની લિમિતમાં વધારો થશે તો તેનાથી લોકોને મોટી રાહત મળશે. આ દિશામાં લાંબા સમયથી વિચાર થઈ રહ્યો હતો અને વેપારીઓ દ્વારા પણ આ માટેની માંગ થઈ રહી હતી.