મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારી નોકરી વિશે શું ટકોર કરી…વાંચો
સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ એવી માનસિકતા બદલો
તલાટીની તાકાત કેટલી હોય એ જાણીએ છીએ, સૌથી વધારે હોંશિયાર તલાટી હોય છે.
ગાંધીનગરમાં આજે વર્ગ 2 અને વર્ગ 3માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું, સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ એવું લોકોના મનમાં બેસી ગયું છે. સરકારી નોકરીની આ માનસિકતા બદલવાની જરૂર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું, હસમુખ પટેલની કામ કરવાની પદ્ધતિ નિયમ અનુસાર ગરબડી વિના સમયસર કામ પૂરું કરે છે એટલે એમને તમે પસંદ કરો છો. કામ થઈ જવું જરૂરી નથી, પણ કોઈનું કામ નહિ થાય તો તેને સ્પષ્ટતા આપવી જરૂરી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, મુશ્કેલીઓ વધારવી કે ઘટાડવી એ પોતાના હાથમાં છે. કોઈ સારું કામ કરતું હોય એને પણ અટકાવવાનો પ્રયાસ થતો હોય છે. એક વ્યક્તિથી કેટલો બદલાવ આવી શકે એ પ્રધાનમંત્રીએ બતાવ્યું છે. ભારત માટે જે ધારણા હતી તે ધારણા વિશ્વના ફલક પર બદલાવી છે. તલાટીની તાકાત કેટલી હોય એ જાણીએ છીએ, સૌથી વધારે હોંશિયાર તલાટી હોય છે. કર્મચારીઓની હાજરી લોકોના મનમાં પોઝિટિવ છાપ ઉપસાવે એવી અપીલ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી હતી.