કેન્સરની સારવાર સાથે દર્દી અને તેમના પરિવાર માટે હૂંફ જરૂરી
કેન્સર જેવા રોગની સારવાર દરમ્યાન દર્દી અને તેમનો પરિવાર માનસિક રીતે ખુબ જ ચિતત હોય છે જેના કારણે તેની સારવાર અને રિકવરી પર અસર પડતી હોય છે.તેથી દર્દીને સચોટ સારવારની સાથે સાથે માનસિક, ભાવનાત્મક અને પારીવારીક વાતાવરણ પ્રદાન કરવું ખુબ જ આવશ્યક હોય છે.
રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કેન્સરની અન્ય સંલગ્ન સેવાઓ પણ ઉપલબ્ધ છે જેમકે સારવાર બાદ દર્દીને સંતુલીત આહારના માર્ગદર્શન માટે ડાયાટીશીયન, કસરત માટે ફિઝિયોથેરાપીસ્ટ તથા જીવનની ગુણવત્તા જાળવી રાખવા માટે કેન્સરના નિદાનથી લઈ દર્દીની સામાન્ય જીવનશૈલી સુધીની સફરમાં જરૂરી તમામ સારવાર અને સેવાઓ એકછત્ર હેઠળ પુરી પાડવામાં આવે છે.
રાજકોટ કેન્સર સોસાયટી ખાતે સારવાર અર્થે આવતા કેન્સરના દર્દીઓ માટે મનોવિજ્ઞાનિક સારવાર પણ આપવામાં આવે છે.જેના કારણે દર્દીને સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત કેન્સરની સારવાર દરમ્યાન દર્દી અને તેમના પરિવાર ઘણી લાગણીઓ અનુભવે છે જેમાં આશ્ચયં, ગભરાટ,અનિશ્ચિતતા, જીવનની ગુણવત્તા અને ભવિષ્યની ચિતા જેવા પડકાર સામે લડત આપવા મનોવિજ્ઞાનિક સહકાર આવશ્યક હોય છે. તથા જયારે કેન્સરની સારવારમાં દર્દીને કિમોથેરાપી, રેડીયેશન અને સર્જરી જેવા તબકકાઓમાં અનેક શારીરિક અને માનસિક રીતે આવતા ફેરફારોનો સામનો કરવો પડે છે જેમ કે વાળ ખરવા,ભુખ ન લાગવી, થાક લાગવો વગેરે પરિબળો દર્દીના આત્મવિશ્વાસ પર અસર કરે છે તેવા સમયે પરિવર્તનોને સ્વીકારવા અને હિમતભેર આગળ વધવા માર્ગદર્શનની આવશ્યકતા હોય છે.
કેન્સરની સારવાર બાદ પણ દર્દીને એક ભય હોય છે કે આ રોગ કરી પાછો આવશે તો? તેવા વિચારો ઉદભવતા હોય છે અને તે સામાન્ય જીવનશૈલી તરફ સરળતાથી પાછા ફરી શકતા નથી અને ડરના માહોલમાં જીવન વિતાવે છે તેવા સમયે પણ તેમને યોગ્ય અને વિશ્વાસભર્યુ માર્ગદર્શન આવશ્યક છે જેથી તેમની જીવનની ગુણવત્તા જળવાઈ રહે.
રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા દર્દીની શારીરિક અને માનસિક સ્થિતીને ધ્યાનમાં રાખી ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં માને છે.