Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કડી વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનું મતદાન : 591 મથકોમાં ઉમેદવારોના ભાવિ થશે કેદ, મતદારોની લાંબી લાઈનો

Thu, June 19 2025

જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા-87ની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 2.61લાખ મતદારો માટે શહેર, ગ્રામ્યના મળી 297 મતદાન મથકો ઉભા કરાયા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે એ માટે પેરામિલીટરી ફોર્સની સાત કંપની તથા જૂનાગઢ જિલ્લા પોલીસનો 1500થી વધુનો સ્ટાફ તૈનાત છે. આજ સાંજથી મતદાન મથકો પર કે સોંપાયેલી ફરજ પર પોલીસ તેમજ પોલિંગ સ્ટાફના કર્મચારીઓ EVM, વીવીપેટ સાથે પહોંચી ગયા હતા. આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે, સાંજે છ કલાકે ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

વિસાવદર વિધાનસભા બેઠકમાં 1,35,613પુરૂષ, 12,25,480સ્ત્રી અન્ય મળી 2,61,186મતદારો છે. 294 મતદાનબુથ ઉભા કરાયા છે. જેમાં 17 શહેરી તેમજ 277 ગ્રામ્ય મથકો છે. 294 બુથ પર 1884 કર્મચારીઓના પોલિંગ સ્ટાફને મતદાન પ્રક્રિયા માટેની ફરજ સોંપાઈ છે. આવતીકાલે ગુરૂવારે સવારે 5.30 કલાકે બુથમાં ઉમેદવારોના પક્ષોના પોલિંગ એજન્ટોની હાજરીમાં મોકપોલ થશે. ત્યારબાદ સવારે 7 કલાકે મતદાનનો આરંભ થઈ ગયો છે. સાંજે છ વાગ્યા સુધી તો મતદાન થઈ શકશે. છ વાગ્યે 16 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે.

9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?

કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 9 વાગ્યા સુધી કડીમાં 9.50 ટકા અને વિસાવદમાં 12.10 ટકા મતદાન નોંધાયું છે.

10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?

કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 10 વાગ્યા સુધીમાં કડીમાં 13 ટકા અને વિસાવદમાં 15 ટકા મતદાન નોંધાયું છે. જોકે, મતદાન હાલ ધીમી ગતિએ જોવા મળી રહ્યું છે, જોકે, સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.

11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?

કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં કડીમાં 28.85 ટકા અને વિસાવદમાં 28.15 ટકા મતદાન નોંધાયું છે.

વિસાવદરની બેઠક ચાર ટર્મ બાદ પાછી મેળવવા માટે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ જ્યારે આપ માટે ‘કરો યા મરો’ પણ બેઠક ગમે તેમ જાળવી રાખવા માટે અસ્તિત્વની લડાઈ છે. મતદારો પણ બે પક્ષમાંથી એકના ઉમેદવાર પર ધારાસભ્યનો કળશ ઢોળશે તેવું ત્યાંના સ્થાનિકોનું માનવું છે.

આ પણ વાંચો : પત્નીની સહમતી વગર લેવામાં આવેલી વોટ્સએપ ચેટ પુરાવા તરીકે માન્ય રહેશે : લગ્ન સબંધિત વિવાદ મામલે MP હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

કડી બેઠકની શું છે સ્થિતિ?

કડી બેઠકની વાત કરીએ તો અહીં 289927 મતદારો માટે 294 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન મથકે કુલ 1900થી વધુ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરાયા છે.

વિસાવદરમાં 1500થી વધુનો પોલીસ સ્ટાફ ખડેપગે

મતદાન પ્રક્રિયામાં કોઈ ગરબડી ન થાય શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પેરામિલિટરી ફોર્સની સાત કંપની ઉપરાંત જૂનાગઢ જિલ્લા એસપી, dysp, એએસપી, 17 PI, 285 PSI, 485 પોલીસ, 351 હોમગાર્ડ મળી અંદાજે 1500થી વધુનો સ્ટાફ સતત ખડેપગે રહેશે. પોલીસની વેનો સતત પેટ્રોલિંગમાં દોડતી રહેશે. વિસાવદર માંડાવાડ શાળા સંકૂલના સ્ટ્રોંગરૂમ પરથી આજે (બુધવારે) પુરી સિક્યુરિટી સાથે અલગ-અલગ વાહનોમાં EVM, વીવીપેટ ગ્રામ્ય તથા શહેરી મળી 297 મતદાન મથકો પર પહોંચતા કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલમાં કોઈ મુશ્કેલી ન ઉદ્ભવે તે માટે ખાસ તકેદરી રખાઈ હતી. જ્યાં જરૂર છે તેવા દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેરની પણ વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળે છે. તા.23 સોમવારના રોજ મત ગણતરી થશે.

Share Article

Other Articles

Previous

અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી

Next

પત્નીની સહમતી વગર લેવામાં આવેલી વોટ્સએપ ચેટ પુરાવા તરીકે માન્ય રહેશે : લગ્ન સબંધિત વિવાદ મામલે MP હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર બન્યા છેતરપિંડીનો શિકાર : શેરમાં પ્રોફિટ કમાવવા જતાં રૂ.64 લાખ ગુમાવ્યા
35 મિનિટutes પહેલા
કેન્સર અને કોરોનાગ્રસ્ત રાજકોટના 69 વર્ષીય વૃદ્ધાનું મોત : અઝરબૈઝાન-દુબઈથી આવેલા 2 સહિત 9 લોકોને કોરોના  
2 કલાક પહેલા
અમદાવાદની ગોઝારી ઘટના બાદ લોકોને વિમાનમાં બેસતાં લાગી રહ્યો છે ‘ડર’ : 35% પેસેન્જરોએ ટીકીટ કેન્સલ કરાવી
3 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2197 Posts

Related Posts

પુરુષોત્તમ રૂપાલાને નહી બદલાવાતા કાલે અમદાવાદમાં મહિલાઓની જોહર કરવાની જાહેરાત…જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેડિકલમાં લોકોને શું મોંઘું લાગે છે ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
સગીરાનો દેહ પીંખનાર ૩ હેવાન પકડાયા
ક્રાઇમ
8 મહિના પહેલા
કેજરીવાલે કેવા આરોપ મૂક્યા ? જુઓ
નેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર