વિજયભાઈ કહેતાં કે, તમે ઋષભનાં USનાં માતા-પિતા છો : 10 વર્ષ જૂના મિત્ર રાજકોટ અંતિમદર્શન માટે આવ્યાં
સદગત વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા રાજકોટ ખાતે સ્વચળુ લોકો ઉમટવા હતા, ત્યારે વિજયભાઈનાં નિધનના સમાચાર સાંભળી હજારો કિલોમીટર દૂરથી તેમના ખાસ મિત્ર ગુજરાત હોડી આવ્યા હતા. હું વિજયભાઈ રૂપાણીનાં એક દાયકા જુના મિત્ર અને વિજયભાઈએ તેમના પુત્ર ઋપબ માટે યુ.એસ.નાં માતા પિતા તરીકેની જવાબદારી જેમને સોંપી છે તેવા કનકસિહ રાણા અંતિમયાત્રામાં જોડાયા હતાં.
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઇ સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભા : રૂપાણી પરિવારના દુ:ખમાં સહભાગી થયા સંત-મહંત-રાજકીય આગેવાનો
તાજેતરમાં જ બંને મિત્રો વિજયભાઈ અને કનકસિણએ તા.૨૬ મે ના રોજ ડિનર ત્યારબાદ ૨૦ મે એ કનકસિહ અમેરિકા પરત ગયા હતા. આ પ્લેન કેવશયની સમાચાર મળતાની સાથે જ તેઓ ઋષભ, તેના પત્ની અદિતિ સાથે અમદાવાદ આવ્યા હતાં. તેમને જણાવ્યું કે, મને યાદ છે છું કે.વિજયભાઈ સી.એમ હતા ત્યારે મને ગુજરાતથી ફોન કરીને કહ્યું હતું કે, કનકસિહ તમારે અને ફાલ્ગુની ભાએ ઋષભનાં માતા પિતા બનવાનું છે એમની એ વાત અમારા દિલને સ્પર્શી ગઈ હતી, અમારા પર એમને જે વિશ્વાસ મુક્યો એ માટે અમે આજીવન ઋણી રેહેશું.
ભલે અમે મિત્રો હતા પણ મને હંમેશા તેમને નાનાભાઈ તરીકે જ રાખતાં, ઋષભઅમેરિકા ભણવા આવ્યો ત્યારે અમારી સાથે ૪ વર્ષ રહ્યો હતો. વિજયભાઈ અને અંજલિ બેન જ્યારે અહીં આવે ત્યારે અમારી સાથે જ રહેતા.અમે ફરવા સાથે જ જતાં.અમેરિકામાં ગુજરાતી સમાજ આ સમાચારથી દુઃખી છે. લોસ એન્જલસમાં શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી છે. હું પણ અત્યારે બધી વિધિ સુધી અહીં રહે ત્યારબાદ પરત જઈશ, અમે રૂપાણી પરિવારે સાથે કાયમ સાથે રહીશું.