VIDEO : મુંબઈ-રાજકોટની ફલાઇટનાં પાયલોટ મોડા આવ્યાં,3 કલાક મોડી ઉડાનથી હોબાળો, મુસાફરો થયા હેરાન
છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ થી ઓપરેટ થતી બધી જ ફ્લાઈટના સમય પત્રક વિખેરાઈ ગયા છે,આ દરમિયાન બુધવારએ ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ચાર ફ્લાઈટ દોઢ થી બે કલાક મોડી હતી જેમાં મુંબઈની ઇન્ડિગોની ફલાઈટનાં પાયલોટ લેટ લતીફ થતા એ વિમાન 3 કલાક મોડું હતું જેના કારણે પેસેન્જરોમાં હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં સરકારી કર્મી પણ છેતરાયા! સરકારી યોજના હેઠળ લેપટોપ અપાવી દેવાના નામે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સાથે છેતરપિંડી
5 નવેમ્બરે ઈન્ડિગોની મુંબઈ થી રાજકોટ આવી રહેલી ફ્લાઈટ IGO 6133 મુંબઈથી સવારે 7:25 મિનિટે ઉપાડવાના બદલે 11:25 કલાકે ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જર એ ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. એમાં તેને ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે પાંચ નવેમ્બરે અમે બોર્ડિંગ કર્યા પછી અમને ઓપરેશનલ કારણસર ફલાઈટ મોડી છે તેઓ મેસેજ આવ્યો હતો. દોઢ કલાકથી અમે પ્લેનમાં બેઠા હતા ફરીથી અમને 40 મિનિટ રાહ જોવા માટે કહેવામાં આવ્યું ત્યારે એર હોસ્ટેસએ અમને જાણ કરી હતી કે ફ્લાઇટના પાઇલોટ મોડા છે જેના કારણે આખી ફ્લાઈટ ટેક ઓફ થઈ શકી નથી. પાયલોટ મોડા પડતાં 100 થી વધુ પેસેન્જર હેરાન થઈ ગયા.
