VIDEO : પાવાગઢમાં ગુડ્ઝ રોપ-વેનો તાર તૂટી પડતા મોટી દુર્ઘટના : છ લોકોના મોત,પેસેન્જર રોપ-વે પણ કરાયો બંધ
પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે (6 સપ્ટેમ્બર) એક દુ:ખદ અકસ્માત થયો હતો. જ્યાં બાંધકામ કાર્યમાં ઉપયોગમાં લેવાતા કાર્ગો રોપવે તૂટી પડવાથી 6 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે. આ રોપવેનો ઉપયોગ નિજ મંદિર સુધી બાંધકામ સામગ્રી પહોંચાડવા માટે થતો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટવાની ઘટના
પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટવાની ઘટના સામે આવી છે. માલ સમાન ચઢાવવા રોપ-વેનો રોપ તૂટતાં ઘટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 6 લોકોના મોત નિપજતા બનાવ સ્થળે અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં, વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

પાવાગઢ શક્તિપીઠ ગુજરાતનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. અકસ્માત બાદ, મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે, જ્યારે તકનીકી તપાસ બાદ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
In the shadow of Gujarat's sacred Pavagadh hills, a tragic accident occurred during temple construction when a goods ropeway collapsed, resulting in the loss of six lives.#Pavagadh #accident #ropeway #Gujarat pic.twitter.com/u3H5N3WpZs
— Sanket Bhatt (@ImSSanket) September 6, 2025
ભારે પવનના કારણે પેસેન્જર હાઇવે પણ બંધ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેને પગલે પાવાગઢમાં પણ હવામાન ખરાબ છે. ભારે પવનના કારણે પેસેન્જરો માટે પણ રોપ વે બંધ કરી દેવામાં આવ્યો છે. ગુડ્સ રોપવે તૂટવાની ઘટનાને લઈને પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે, ‘મટિરિયલ લઈ જતો રોપવે તૂટી પડ્યો હતો. ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે. હાલ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પવન અને વરસાદી સ્થિતિને લઈને પેસેન્જર રોપવે પણ બંધ કરવા જણાવ્યું છે.

પાવાગઢ શક્તિપીઠ 800 મીટરની ઊંચાઈએ આવેલું
પાવગઢ શક્તિપીઠ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર આવેલું છે. આ મંદિર જમીનથી લગભગ 800 મીટર ઉપર આવેલું છે. યાત્રાળુઓ અહીં પહોંચવા માટે લગભગ 2000 સીડીઓ ચઢે છે. યાત્રાળુઓ કેબલ કારનો પણ ઉપયોગ કરી શકે છે. મંદિરમાં માલસામાન પહોંચાડવા માટે એક કાર્ગો રોપવે પણ બનાવવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે સવારથી જ રોપવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
