VIDEO: કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાં ઘૂસી આવેલી નવ પાકિસ્તાની સાથેની બોટ પકડાઇ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
ભારતીય પશ્ચિમ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગમાં રહેલી ઈન્ડિયન કોસ્ટગાર્ડ (આઈસીજી)ની ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ભારતીય સહરદમાં ઘૂસી આવેલી 9 પાકિસ્તાની સાથેની બોટ પકડી પાડી હતી. નવેય શંકાસ્પદ પાકિસ્તાનીઓનું ઈન્ટ્રોગેશન સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયું છે.
આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે કચ્છ સહરદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને શંકાસ્પદ બોટ દેખાતા પીછો કરી દરિયામાં બોટને આંતરી હતી. હથિયારધારી કમાન્ડો દ્વારા પાકિસ્તાની બોટને ઘેરી લઈને બોટને કચ્છ સરહદ કિનારે લવાઈ હતી. નવેય પાકિસ્તાની ઈસમોની ઈન્ટેલિજન્સ બ્યુરો, મરીન પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે ઈન્ટ્રોગેશન કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો :એક ફૂલ દો માલી: રાજકોટમાં મહિલાએ પરિચિત સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, ત્રિપુટી વચ્ચે ચાલતી માથાકૂટમાં ઢીમ ઢાળી દીધું,બન્ને આરોપીની ધરપકડ
નવ પાકિસ્તાની ઈસમો માછીમારી કરવામાં ભૂલથી ભારતીય જળસીમામાં પ્રવેશી ચૂક્યા કે અન્ય કોઈ નાપાક ઈરાદા સાથે કચ્છની સરહદમાં ઘૂસણખોરી કરવાના ઈરાદે બોટમાં આવ્યા હતા? જાસૂસીનો કે નસીલા દ્રવ્યોની હેરાફેરી કે અન્ય કોઈ આવો બદઈરાદો હતો કે કેમ? સહિતના મુદ્દે નવેય શકમંદોની તપાસ કરાઈ રહી છે.
