અમિત શાહ અને CR પાટિલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે 12:39 વાગ્યાના વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નાના કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે.
3 વખત નવસારીના લોકોએ મને જીતાડ્યો છેઃ સી.આર.પાટીલ
નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફોર્મ ભર્યું હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે.