વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત
વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને ઈ-ચલણ ચૂકવવાની અવગણના કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ કમર કસી છે. ઓથોરિટીએ તાજેતરમાં જ ટ્રાન્સપોર્ટ કમિશનર અને ગૃહવિભાગને આ દિશામાં વાહન જપ્તી સુધીના પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
ઓથોરિટીણા સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલી બેઠકમાં વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા વાહન ચાલકો તેમ જ ઈ-ચલણ ન ભરવાના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે ઈ-ચલણના કેસોનો નિકાલ વિવિધ અદાલતો દ્વારા ઓછા દંડ સાથે કરવામાં આવી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને વાહનચાલકો ઈ-ચલણ ભરતા નથી.
આ પણ વાંચો :દિવાળીની મીઠાશ ચોકલેટમાં: આ વર્ષે રોસ્ટેડ અને ડેટ આલમન્ડ ચોકલેટની માંગ,બાળકોમાં ફટાકડા શેપની ચોકલેટ ફેવરિટ
એક વખત એવું પણ થયું છે કે, ટેકનીકલ ખામીઓને લીધે ઈ-ચલણનો ડેટા વર્ચ્યુઅલ કોર્ટમાં પહોંચતા જ ગુમ થઇ ગયો હતો. આથી ઘણા ગુનેગારો દંડ ભર્યા વગર છૂટી ગયા હતા. આવા લોકોનો રેકોર્ડ નહી હોવાથી તેમણે ભવિષ્યમાં આર.ટી.ઓ.માં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. સામાન્ય રીતે દંડ ભરવાનો બાકી હોય તેવા લોકોને આર.ટી.ઓ.ની સેવાનો લાભ મળતો નથી પરંતુ આ કિસ્સામાં આવું થયું નથી.
આ પણ વાંચો :લાગે વાગે લોહીની ધાર…રાજકોટમાં ટ્રાફિક પોલીસને આવું બધું નહીં દેખાતું હોય?
આ બેઠકમાં વારંવાર નિયમોનો ભંગ કરી રહેલા અને ઈ-ચલણ ભરવામાંથી બચી રહેલા લોકોની યાદી તૈયાર કરવાનું સુચન પણ કરવામાં આવ્યુ હતું. ટૂંકમાં આવા લોકો સામે વાહન જપ્તી અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં આવી રહ્યા છે.
