અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો
મોરબી કથામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અસામાજિક અને લૂખા તત્વો બેફામ બની ગયા છે. ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે તો પોલીસ ટીમો એકલ દોકલ કોમ્બિગ કરી કામગીરીનો સંતોષ પાની રહી છે પરંતુ નક્કર કામગીરીના અભાવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેનું જીવંત ઉદાહરણ ટંકારા પંથકમાં જોવા મળળ્યું હતું જેવાં એનડીપીએસ ગુનામાં આરોપીની તપાસમાં ગયેલ પોલીસ ટીપ પર આરોપીના પરિવારજનોએ સુમલો કરી ધમકી આપી હતી.
આ પણ વાંચો : ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
ટંકારા પોલીસ મેન્ટટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે આરોપી નિજામ ઈબ્રાહીમ આમરોણીયા, જેતુનબેન ઈબ્રાહીમ આમરોણીયા અને કાસમ ઈબ્રાહીમ આમરોણીયા રહે બધા ટંકારા વાળા વિરુદ્ધ મારામારી, ધમકી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી નિજામ અગાઉ ગઉજકેસમાં પકડાયો હતો અને અવારનવાર પોલીસ ચેક કરતા જાય ત્યારે અગાઉના કેસનો ખાર રાખી આરોપી નિજામ, તેની માતા જેતુન અને ભાઈ કાસમ પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રોડ પર દોડી જઈ વાહનોને અડચણ કરતા હતા.
આ પણ વાંચો : પત્ની શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તો છૂટાછેડા થઈ શકે : મુંબઈ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું છે સમગ્ર મામલો
ટ્રાફિકને અડચણ નહિ કરવા સમજાવવા અને ટ્રાફિક ક્લીયર કરાવવા જતા ત્રણેય ઈસમો પોલીસ પર હુમલો કરી કાયદેસર ફરજમાં દબાણ ઉભું કરી ફરજ દરમિયાન ઉશ્કેરાટ કરી બોલાચાલી કરી અપશબ્દો બોલી અપમાનિત કરી ફરિયાદી અને તેની સાથેના કર્મચારીને માર મારી ઈજા કરી હતી અને હવે ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોય લઈશ તેવી ધમ્મી આપી હતી ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીમાં પોલીસ જ સલામત નથી? સામાન્ય નાગરીકોનું શું
મોરબી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની ચાડી ખાતી ફરિયાદ પોલીસ કર્મચારીએ જાતે નોંધાવી છે ટંકારા પોલીસ મથકના કર્મચારીઓ પર હુમલો કરી ધમકી આપવામાં આવી હતી ત્યારે પોલીસ જ સલામત નથી તો સામાન્ય નાગરિકોનું શું તેવો સવાલ પ્રબુદ્ધ નાગરિકો ઉઠાવી રહ્યા છે.