બામણબોર ફેક્ટરીમાં બે મજૂર ગૂંગળાયા : એકનું મોત, કોઈ કેમિકલ પીધાની આશંકા, પોલીસે વધુ તપાસ હાથ
અમદાવાદ હાઈ-વે પર બામણબોર GIDCમાં આવેલી નૈરા લાઈફ નામની કેમિકલ ફેક્ટરીમાં બે શ્રમિકના ગૂંગળાઈ જતાં બેશુદ્ધ હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એકનું મોત નીપજ્યાની તથા બીજાની હાલત ગંભીર હોવાની ઘટના એરપોર્ટ રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જન્માષ્ટટમી પર્વમાં ત્રણ દિવસ બંધ રહેલી ફેક્ટરીના પ્રોસેસિંગ રૂમમાં જ બન્ને બેશુદ્ધ હાલતમાં મળી આવતા અંદર કોઈ કેમિકલયુક્ત નશો કર્યાની અન્ય કોઈ ઘટના બન્યાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું છે. બેશુદ્ધ શ્રમિક ભાનમાં આવ્યે તેની પૂછતાછ બાદ સાચું કારણ કે બનાવ કઈ રીતે બન્યો તે જાણવા મળી શકે કે બહાર આવી શકે તેવું તપાસનીશ પોલીસે જણાવ્યું હતું.

બામણબોર GIDCમાં આવેલી નૈરા નામની ફેક્ટરીમાં કામ કરતા મૂળ યુપીના મૌનપુર જિલલના રસલપુરના વતની સંદીપ રામચંદ્ર પટેલ (ઉ.વ.22) તથા રમેશ રવિન્દ્રભાઈ પટેલ (ઉ.વ.25) બન્નેને ગત રોજ સવારે બેશુદ્ધ હાલતમાં કુવાડવામાં આવેલી ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સંદીપને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો જ્યારે રમેશને આઈસીયુમાં બેભાન હાલતમાં સારવાર અપાઈ રહી છે. બન્નેએ કોઈ અજાણ્યું અર્ક પીધેલું હોવાનું તબીબે પોલીસે જણાવ્યું હતું. નશાખોર હાલતમાં એકનું મૃત્યુ થતા અને બીજો વ્યક્તિ ગંભીર હોવાના પગલે PI આઈ.એન. સાવલિયા, ASI જી.કે. રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
બનાવ અંગે પોલીસના વર્તુળોએ એવું જણાવ્યું છે કે ફેક્ટરીમાં તાવ કે એવી બીમારી સબબની દવાનો પાઉડર કે આવી વસ્તુ બને છે. જન્માષ્ટમીના પર્વને લઈને ત્રણ દિવસ ફેક્ટરી બંધ હતી. મૃતક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં જ નજીકમાં રહેતા હતા. બન્ને બેશુદ્ધ હાલતમાં ફેક્ટરીના સ્ટોરેજ, પ્રોસેસિંગ રૂમમાંથી મળી આવ્યા હતા.
બન્નેએ રજા દરમિયાન, કોઈ નશો કર્યો હોય અંદર ફેક્ટરીમાં આવું કોઈ નશાકારક કેમિકલ કે પાઉડર મિશ્રિત કર્યો હોય અને તેને લઈને આડઅસર થતા આવી ઘટના બની હોઈ શકેની આશંકા પોલીસે સેવી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું હતું. પોલીસના કહેવા મુજબ પ્રાથમિક તબક્કે રિપોર્ટમાં ગેસ થઇ જવાથી ગુંગળામણના કારણે બેશુદ્ધ થઈ જવાથી મૃત્યુ થયાની સંભાવના છે.
મૃતક સંદીપના ભાઈ દિલીપના કહેવા મુજબ ફેક્ટરીમાં 15, 16 અને 17 ત્રણ દિવસ રજા હતી. તા.17ના બપોરના બન્ને ભાઈ પરિવાર સાથે મેળામાં ગયા હતા. સાંજે પરત ફર્યા હતા. ત્યારબાદ સંદીપ ફેક્ટરી સામે રૂમ છે ત્યાં ગયો હતો. બીજે દિવસે (તા.17ને રવિવારે) સવારે ફેક્ટરીમાં ડ્યુટી પર રહેલા કિશોરભાઇએ સ્ટોરેજ, પ્રોસેસિંગ રૂમમાં જતા બન્ને બેશુદ્ધ પડેલા હોવાની જાણ કરી હતી. જેથી બન્નેને તાત્કાલિક કુવાડવા લઇ જવાયા હતા. જયાં સંદીપને તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક પાંચ વર્ષથી વધુ સમયથી ફેક્ટરીમાં નોકરી કરતો હતો.
ફેક્ટરીના જવાબદાર જ અજાણ?
ફેક્ટરીની અંદર બે-બે મજૂર ગુંગળાઈ જવા
ની તેમજ એકનું મૃત્યુ અને બીજો શ્રમિક વ્યક્તિ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. જે ઘટના સંદર્ભે ખરેખર બન્નેએ બહાર દારૂ કે આવો નશો કર્યો હતો? કે ફેક્ટરીમાં રહેલા કોઈ કેમિકલ પી લેતાં અથવા તો પ્રોસેસિંગ યુનિટમાં જ ગેસ ગળતર કે કેમિકલ પ્રોસેસથી બેશુદ્ધ બન્યા? કે આવું કઈ રીતે બન્યું તે માટે પોલીસ તો હજી કોઇ સ્પષ્ટતા કરી જ શકી ન હતી. જો કે ફેક્ટરીના માલિક કે કોઈ આવા જવાબદાર ડો. વિશાલ સંખારવાએ તો પોતાને કાંઈ ખ્યાલ જ નથી કે શું બન્યું ? તેવો ઉત્તર વાળ્યો હતો. ખરેખર ફેક્ટરીના જવાબદાર જ અજાણ કે બેજવાબદાર? કે પછી ઘટના છુપાવવા પ્રયાસ ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.
