રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ સ્ટોરમાંથી કાજુ-બદામની બે મહિલાઓ કરતી’તી ચોરી,આ રીતે ફૂટ્યો ભાંડો :લોકો પણ ચોંકી ગયા
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલના ડી-માર્ટ સ્ટોરમાંથી કાજુ-બદામ સહિતની -પંદર જેટલી વસ્તુની ચોરી કરતી બે મહિલા પકડાતાં ખરીદી કરવા આવેલા લોકો પણ અચરજ પામી ગયા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીના ખાસ શિક્ષકોની ભરતી કરાશે: સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં પરીક્ષા, 8 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
આ અંગે સ્ટોરના મેનેજરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અગાઉ ડી-માર્ટના સ્ટોરમાં ઘીના 12 નંગ પાઉચ ન મળતાં સીસીટીવીની તપાસ કરાતાં બે મહિલાઓ ઘી વિભાગમાંથી આ 12 નંગ પાઉચ થેલીમાં રાખતી જોવા મળી હતી. આ ઉપરાંત બન્નેએ અન્ય સામાન પણ ખરીદ કર્યો હતો પરંતુ ઘીનું બિલ બનાવડાવ્યું ન્હોતું.
આ પણ વાંચો : બાળકોની ભણવાની ઉંમરમાં છૂટછાટ : જુનિયર, સિનિયર કે.જી અને બાલવાટિકા માટે નવા નિયમો લાગુ
આ પછી ફરી આ બે પૈકીની એક મહિલા સ્ટોરમાં ફરી આવી હતી અને અલગ-અલગ વસ્તુ ખરીદ કરતા 2746નું બિલ બન્યું હતું. જો કે શંકા જતાં આ મહિલાને અટકાવી નામ પૂછતા તેણે પોતાનું નામ મોનાબેન હિતેનભાઈ શાહ જણાવ્યું હતું. જ્યારે અગાઉ તેની સાથે જે મહિલા હતી તેનું નામ પૂછતાં તેણે પ્રિતીબેન હિતેશભાઈ શાહ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ મોનાબેન શાહના થેલાની તપાસ કરાતા અંદરથી 15 વસ્તુઓ જેમાં હેર કલર, પરફ્યુમ, બદામ, કાજુ, કંડીશનર, કોલગેટ, શેમ્પુ, ચોકલેટ, એલચી સહિતનું મળી આવ્યું હતું જેની કિંમત 5152 રૂપિયા જેવી થતી હતી પરંતુ તેનું બિલ બનાવડાવ્યું ન્હોતું.
આ પછી પોલીસે મોલ ખાતે દોડી જઈ મોનાબેન સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે મોના શાહ શ્રમજીવી સોસાયટી શેરી નં.9 અને તેની સાથે ઘી ચોરવામાં સામેલ પ્રિતી શાહ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.
