પડધરી પંથકમાં એક જ દિવસમાં બે-બે હત્યા: આડાસંબંધની શંકાએ શ્રમિકનું ઢીમ ઢાળી દીધું, જમાઇએ પત્ની સાથે મળી સસરાને ઉતાર્યા મોતને ઘાટ
પડધરી પંથકમાં એક જ દિવસમાં બે-બે હત્યા થતાં પોલીસ દોડતી થઈ છે. પડધરીના નાના અમરેલી ગામે વાડીએ ખેતમજૂરની બાજુની જ વાડીના શ્રમિકે પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી નાખી છે. જ્યારે પડધરીના તરઘડી ગામે જમાઈએ પત્ની સાથે મળી સસરાનું ખૂન કરી નાખ્યાના બે બનાવ પડધરી પોલીસ મથકે નોંધાયા છે.

પડધરીના અમરેલી ગામે શ્રમિકની હત્યા
પડધરીના અમરેલી ગામે ઘનશ્યામભાઈ વરૂની વાડીએ કામ કરતાં મધ્યપ્રદેશના વતની ગુમાનર્સિંગ ચેરૂસિંગ મુજાવદા (ઉ.વ.25 ) નામના શ્રમિકની માથુ છૂંદાયેલી, પેટના ભાગે ગંભીર ઈજા, આંતરડા બહાર નીકળી ગયેલા હોવાની હાલતમાં લાશ મળી આવી હતી. અતિ ક્રુર રીતે બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નિપજાવાઈ હતી. બનાવના પગલે પડધરી પોલીસ મથકના પીઆઈ એચ.એન. પરમાર, રાઈટર યુવરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

શ્રમિક યુવકની ક્રુર રીતે હત્યા કરાઈ હતી. લાશને કોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું ખૂલવા પામ્યું હતું કે, મૃતક ગુમાનસીંગને બાજુમાં જ વાડીમાં કામ કરતાં પરિવાર સાથે રહેતા એમ.પી. પંથકના આદિવાસી મજૂરની પત્ની સાથે આડા સંબંધો હતા જેથી આરોપીને આ શંકાએ ગમાનીંગને ગત રચને બોથડ પદાર્થ તથા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને રહેંસી નખાયો હતો. આરોપી નાસી છૂટયો હોય શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : Olympics 2036 : અમદાવાદ ઑલિમ્પિકનું સત્તાવાર દાવેદાર બન્યું, ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં થયું સામેલ
જમાઇએ પત્ની સાથે મળી સસરાને ઉતાર્યા મોતને ઘાટ
અન્ય એક બનાવમાં પણ એમ.પી.ના વતની આદિવાસી પ્રૌઢની જ હત્યા થઈ હતી. પડધરીના સુવાગ ગામે વાડી વિસ્તારમાંથી અજાણ્યા પ્રૌઢની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવના પગલે LCBની ટીમ પણ દોડી ગઈ હતી. મૃતકની ઓળખ
મેળવવા માટે તેમજ હત્યાનો સગડ મેળવવા પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનીકલ તેમજ હયુમન સોર્સથી તપાસ હાથ ધરી હતી. જેમાં મરણજનાર પોલીસ તપાસ કરતાં મૃતદેહ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના બુસાદુંગરી ગામના અને હાલ મોરબીના ઘુંટુ ગામે કડીયાકામ કરતા કાંતિલાલ (ઉં.વ.40)ને શોધીને લાશનો ફોટો બતાવતા મરનાર વ્યકિત પોતાના પિતા હિંમતસિંહ વીરસિંહ ડામોર હોવાનું વિગત આપી હતી.

પોલીસની વધુ પુછતાછતમાં મૃતક તરઘડી ગામે રહેતી પુત્રી અને જમાઈના ઘરે ગયા હતા અને ત્યારબાદ ગુમ હતા. પોલીસની ટીમ પડધરીના તરઘડી ગામે દિનેશભાઈ પટેલના જે.બી. ફાર્મ નામની ખેતીની જગ્યા પર રહેતા મૃતકની પુત્રી ખેતાબેન તથા જમાઈ ગણપત મકના અજનાર ત્યાં પહોંચ્યા હતા.
પોલીસે બન્નેને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરતા પતિ-પત્ની બંન્ને ભાંગી પડયા હતા અને હત્યાની કબૂલાત આપી હતી. હિંમતસીંથ પુત્રીના ઘરે ગયો ત્યારે પુત્રી અને જમાઈને હું આવું છુ તો તમે મારી સારસંભાળ રાખતા નથી કહીને ઝઘડો કર્યો હતો. આ બોલાચાલી ઉગ્ર બનતા દંપતી પણ ઉશ્કેરાઈ ગયું હતું.બે દિવસ પહેલા તા. 30-6ના રોજ પિતા-પુત્રી અને જમાઈ વચ્ચે ઝઘડો વધુ થતા ઉશ્કેરાઈને દંપતીએ મળીને લાકડી તથા લોખંડના સળીયાથી માર માર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં દારૂ પકડે ક્રાઈમ બ્રાન્ચ અને દંડ ભરે સ્થાનિક પોલીસ! કૂવાડવા પોલીસ મથક ડી-સ્ટાફ બે, આજી ડેમ ડી-સ્ટાફ એક વખત થયો દંડિત
જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું. મોત થતાં લાશને અન્યત્ર સુવાગ ગામે ફેંકી આવ્યા હતા. જે ગઈકાલે પોલીસને મળી હતી. લાશના આધારે અજાણમયા પ્રૌઢની ઓળખ મેળવી એલસીબી પી.આઈ. વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા તથા પડધરી પોલીસના સ્ટાફે મળીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
હત્યા કરી લાશ બાઇક પર લઇ જઇ ફેંકી આવ્યા
અજાણ્યા પ્રૌઢની હત્યા કરેલી લાશ બાબતે પોલીસે તપાસ હાથ ધરી મૃતકની પુત્રી અને જમાઈને સકંજામાં લઇને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો બન્નેએ પોલીસ સમક્ષ એવી કેફિયત આપી હતી કે માર મારતા મૃત્યુ થયુ હતુ જેથી બંને ડરી ગયા હતા. મૃતકના શરીર પર લોહીના ડાઘ હોવાથી તે કપડા પાણીથી ધોઇ નાખ્યા હતા અને ફરી એ કપડા પહેરાવી દીધા હતા. અંધારુ થતાં લાશ બાઇક પર રાખીને મૃતક જયા ખીરસશન ગામે રહેતા હતા ત્યા ફેંકવા જતા હતા. એ દરમિયાન રસ્તામાં તરઘડીથી સરપદડ ગામ વચ્ચે બાઇક બંધ પડી ગયું હતુ. જેથી લાશ ત્યાં ફેંકી દઈને થોડા આગળ જઈ રોડ પર સુઈ ગયો હતો. સવારે એક રીક્ષા આવતા બાઈક રીક્ષામાં ચડાવીને મેટોડા જીઆઇડીસીમાં રીપેરિંગમાં આપી દીધુ હતુ અને કાંઈ ન બન્યું હોય તે રીતે તરઘડી ગામે વાડીએ આવીને પાછો રહેવા લાગ્યો હતો.