ચોમાસાની વિદાય વચ્ચે છોટાઉદેપુરના સંખેડામાં બે ઈંચ વરસાદ વરસ્યો
- ભાદરવાના તાપ વચ્ચે રાજ્યના સાત તાલુકામાંઓમાં વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને ભાદરવા મહિનાના આકરા તાપ પડી રહ્યા છે ત્યારે હવે વરસાદની માત્રા અને વ્યાપ વિસ્તાર પણ એકદમ ઓછો થયો છે. શનિવારે સાંજ સુધીમાં ગુજરાતમાં માત્ર સાત તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.જો કે, શનિવારે છોટા ઉદેપુરના સંખેડામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 સપ્ટેમ્બર 2024,શનિવારના રોજ સાંજ સુધીમાં રાજ્યના 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં બે ઈંચ જેટલો ખાબક્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નાંદોડ, ગરુડેશ્વરમાં, છોટાઉદેપુર, ડેડીયાપાડા અને નસવાડીમાં પણ વરસાદ વરસ્યો હતો.