રાજકોટમાં બે ભાવેણાવાસી પોલીસને હાથ લાગ્યા’ને ‘લાખેણા’ આંકમાં કપાયા ! જાણો શું છે સમગ્ર ઘટના
રાજકોટમાં સવાર પડે ને રાત સુધી અથવા તો છુપી માહિતી મળે તો 24/7 મુજબ દોડતા પાવરમાં રહેલી બ્રાંચના કામઢા પોલીસ કર્મી ઓ શિકાર સરકવા જ ન દે. તાજેતરમાં જ કાલાવડ રોડ પર એક હોટલ નજીક ચાની ચુસ્કી લઇ રહેલા ભાવેણા પંથકવાસીને ઉઠાવી લઈને રાત સુધી ચોક્કસ મુકામ પર રાખી ‘લાખેણા’ આંકમાં ગોઠવણ થતા મીઠા મને મુકત કરી દીધા હતાની ચર્ચા ચાલી છે.

છુપા શિકારની ચાલી રહેલી ચર્ચામાં રાજકોટના એક ધંધાર્થી અને ભાવેણા પંથકવાસી ધંધાર્થી વચ્ચે આર્થિક વ્યવહારો (કદાચ બીલ કે આવી એક નંબર-બે નંબરની લેતી દેતીઓ થતી હશે) હતા. રાજકોટના ધંધાર્થીએ ભાવેણાના ધંધાર્થીને મોટી રકમ દેવાની થતી હશે. એ રકમના વહિવટ માટે પાંચ દિવસ પૂર્વે ભાવેણાવાસી ધંધાર્થીને બોલાવ્યા હતા. કદાચ ભાવેણા પંથકવાસી ધંધાર્થીને નહીં ખબર હોય કે તેમના પર ટ્રેપ ગોઠવાઇ હશે. અથવા તો રાજકોટ-ભાવેણાના બંને ધંધાર્થી અજાણ હશે અને પાવરમાં રહેતી ટીમને ટીપ મળી ગઈ હશે.
આ પણ વાંચો : RMCના ઈતિહાસમાં પહેલીવાર 3 ઝોનલ TPOની કરાશે નિમણૂક : 3 નામ ઉપર મંજૂરીની મ્હોર લગાવતી સિલેક્શન કમિટીઃ
સ્ટાઈલ મુજબ મોબાઇલ ફોન લઈ લેવાયા હતા, ચેક કરાયા હતા અને કહેવાય છે કે, મુખ્ય જગ્યાએ લઇ જવાયા હતા. જ્યાં કેસ કરવા માટે નહીં પરંતુ અન્ય કેસનો ટાર્ગેટ હોય તે રીતે દબડાવીને આ થશે તે થશે, બીલમાં આગળ તપાસ કરાશે, નામો ખોલાશે કે આવું જે કંઈ રસમ અપનાવાતી હશે તે અપનાવાઈ હશે અને અંતે ભાવેણા પંથકવાસીઓને સરન્ડર કરાયા હશે કે સરન્ડર થયા હશે. કહેવાય છે કે, બંધ બારણે પતાવટ માટે તો બહું મોટો ફીગર મુકાયો હતો. હા-ના… હા-ના… અંતે ડબલ ડીઝીટમાં લાખેણો આંક નક્કી થયો હતો.
આ પણ વાંચો : બગાસુ ખાતા પતાસું મળ્યું ! રાજકોટની ટ્રાફિક શાખાએ બીયર ભરેલી કાર પકડી ‘ને જશ ખાટ્યો ક્રાઈમ બ્રાંચે! વાંચો શું છે સમગ્ર ઘટના
રહેવાસી બંને ભાવેણાના શિહોર તરફના હતા. આવડો મોટો આંક તો સાથે પણ ન હોય, જેથી કોઇની સ્થાનિક મધ્યસ્થી કરાવાઈ હતી અને એ વ્યક્તિએ જવાબદારી સ્વીકારતા ભાવેણા પંથકની બેલડી અને તેની સાથે રહેલા ત્રાહિત લોકલ (કદાચ રાજકોટના) વ્યક્તિને પણ રાત્રીના મીઠા મોં એ મુક્ત કી દેવાય હતા.
આ પણ વાંચો : નાનાને વ્યાજના પૈસા ચૂકવવા ન પડે એટલે દોહિત્રએ જ પતાવી દીધા : રાજકોટના રૈયાધાર પાસે વૃદ્ધની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો
અગાઉ વીશેક દિવસ પૂર્વે પણ ભાવેણા પંથકવાસી જોડીને જાળમાં લેવાનો પ્રયાસ થયો હતો. કદાચ ગંધ આવી ગઇ હોય તે રીતે જોડી કારમાં ભાગી હતી અને કહેવાય છે કે, જોડીને પકડવા ધોકા પણ પછાડાયા હતા. એ સમયે શિકાર હાથમાંથી સરકી જતાં સમસમી ગયેલા જવાનોએ લોકલ થકી ફરી ટ્રેપ ગોઠવી હશે અને આ વખતે બરોબર જાળમાં ફસાતા સંતોષ વ્યક્ત કરી લેવાયો હશે. ઉપરોક્ત બધી બાબતો કયાંય કોઈ દફતરે નોંધાયેલી નથી. સબંધીતોમાં ચર્ચારૂપ છે માટે હાલ તો આવું કાંઇક બન્યું હશે તે જો અને તો, ચર્ચા સત્ય, અસત્ય કે અફવા જ માનવી રહી.