26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી
રાજ્ય સરકારે આજે સીનિયર IAS અધિકારીઓની બદલીનો લીથો બહાર પાડ્યો છે અને 26 જેટલા અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કર્યા છે.
1998ની બેચના અને હાલમાં વન અને પર્યાવરણ વિભાગમાં પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સંજીવકુમારને મુખ્યમંત્રીના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે. તેમને ગૃહ વિભાગનો હવાલો પણ સોંપાયો છે.
મુખ્યમંત્રીના સચિવ ડૉ.વિક્રાંત પાંડે હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સીપલ સેક્રેટરી બન્યા છે અને તેમની પાસે માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો રહેશે.
2006ની બેચના અજયકુમારને મુખ્યમંત્રીના સેક્રેટરી બનાવાયા છે અને તેઓ સાથોસાથ ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓનો હવાલો સંભાળશે.
1997ની બેચના રમેશચંદ્ર મીણા હાલમાં પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં પ્રિન્સીપલ સેક્રેટરી છે તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી. અરુણકુમાર સોલંકીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેમની પાસે વેરહાઉસિંગ કોર્પોરેશનનો ચાર્જ નવો હુકમ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે.
શિક્ષણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મુકેશ કુમારને શિક્ષણ વિભાગમાં જ ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
પંચાયત, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસના પ્રિન્સીપલ સેક્રેટરી મિલિંદ તોરવણેને શિક્ષણ વિભાગમાં પ્રાયમરી અને સેક્નડરી એજ્યુકેશનના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સીપલ સેક્રેટરી અવંતિકાસિંઘ ઔલખને પંચાયત, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસના એડિશનલ પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે. તેમની પાસે જીએસપીસીના એમડી અને ગુજરાત ગેસના એમડીનો ચાર્જ યથાવત રહેશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગ અને સહકાર વિભાગના સેક્રેટરી સંદીપ કુમારને નાણાં વિભાગમાં સચિવ તરીકે મુકવામાં આવ્યા છે.
સુપ્રી.ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન જેનુ દેવનને નાણાં વિભાગ (ખર્ચ)ના સેક્રેટરી બનાવાયા છે. તેમની પાસે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.નો ચાર્જ રહેશે.
રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર રાજેશ મંજૂને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરીકે મુકવામાં આવ્યા છે.
નાણાં વિભાગના સચિવ આરતી કંવરને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે મુકવામાં આવ્યા છે.
શ્રમ, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી ડૉ.વિનોદ રાવને વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માને જીએડી વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે.
રાજ્ય ચૂંટણી પંચના સીઈઓ હારિત શુક્લાને બંદરો અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
સ્ટેટ ટેક્સ વિભાગના ચીફ કમિશનર રાજીવ ટોપનોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
કેન્દ્રમાંથી પરત આવેલા ડૉ.સંધ્યા ભુલ્લરને આરોગ્ય કમિશનર (શહેરી વિભાગ) તરીકે મુકવામાં આવ્યા છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના સેક્રેટરી ડૉ.રાજેન્દ્ર કુમારને ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર બનાવાયા છે.
ધોલેરા (સર)ના સીઈઓ ડૉ.કુલદીપ આર્યને ઉદ્યોગ અને ખાણ વિભાગના સેક્રેટરી બનાવાયા છે. તેમની પાસે સરનો હવાલો યથાવત રહેશે.
કેન્દ્રમાંથી પરત આવેલા લોચન સેહરાને શ્રમ, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે.
ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન રાજકુમાર બેનીવાલને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલમાં એમ.ડી.તરીકે મુકવામાં આવ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદીને પંચાયત, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ વિભાગમાં પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
આરોગ્ય (શહેરી) વિભાગના કમિશનર હર્ષદકુમાર પટેલને સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગના સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે.
ક્લાઈમેટ ચેન્જ વિભાગના સેક્રેટરી ડૉ.રાહુલ ગુપ્તાને રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સેક્રેટરી બનાવાયા છે.
સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મહમ્મદ શાહિદને આદિવાસી કલ્યાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી બનાવાયા છે.
