કોડીનારમાં કરુણ ઘટના : દરિયામાં થર્મોકોલ પર બેસી રમતા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં ગમગીની
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કરૂણ ઘટના સામે છે. અહી દરિયામા થરમોકોલ ઉપર બેસી રમતા હતા બે બાળકોના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. બાળકો શાળાએથી છુટ્ટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા. આ દરમિયાન પાવન થોડો તેજ હોવાના કારણે બન્ને બાળકો દરિયાની અંદર તણાયા હતા ત્યારે માછીમારો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 6 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ દરિયામાંથી મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
શું છે સમગ્ર ઘટના ?
મળતી માહિતી અનુસાર, માઢવાડ ગામના 8 વર્ષીય સાહિલ પાંજરી અને 12 વર્ષીય દેવરાજ ગોહિલ શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા. તે સમયે પવનની લહેરખી આવતા બાળકો દરિયામાં તણાયા હતા. આ ઘટનાની જાણ એક યુવકને થતા ગામ લોકોને કરી હતી. ત્યારબાદ ગામના માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ
માછીમારો દ્વારા ભારે શોધખોળ બાદ રાત્રિના 10:30 કલાકે સાહિલ નામના બાળકનો મૃતદેહ મળ્યો જ્યારે રાત્રે 12 કલાક આસપાસ બીજા બાળક દેવરાજનો મૃતદેહ પણ સમુદ્ર માંથી મળી આવતા ગામ આંખો હીબકે ચડ્યું હતું.બન્ને બાળકો ને કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબો એ બાળકો ને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું. આ બંન બાળકોમાં સાહિલ જયંતીભાઈ પાંજરી 8 વર્ષ અને દેવરાજ વિજય ગોહિલ ઉમર 12 વર્ષની હોવાનું મનાય રહ્યું છે
