જન્માષ્ટમીએ રાજકોટના યાજ્ઞિક રોડ પર ‘ટ્રાફિક ટેરર’ નક્કી! મેળાના ટ્રાફિકને ‘મેનેજ’ કરવો તંત્ર માટે મુશ્કેલ બની જશે
છેલ્લા ત્રણ મહિનાથી રામકૃષ્ણ ડેરીથી લઈ સરદારનગર ખૂણા સુધીનો યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવ્યો છે. અહીં બે વર્ષ પહેલાં ગણેશોત્સવ દરમિયાન સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સને સ્લેબ ધરાશાયી વોંકળા અને પાક્કો કરવાનું કામ ચાલી રહ્યું છે. હજુ 12 દિવસ પહેલાં મેયર સહિતના પદાધિકારીઓએ એવું જાહેર કર્યું હતું કે 15 ઓગસ્ટે યાજ્ઞિક રોડને ખુલ્લો મુકી દેવામાં આવશે.

જો કે આ વાત હવામાં ઓગળી ગઈ હોય તેવી રીતે જન્માષ્ટમી પર રસ્તો ખુલ્લો નહીં મુકાય તે નિશ્ચિત બની ગયું છે. આ અંગે મહાપાલિકોના ઈજનેરી સૂત્રોએ ટ્રાફિકને જણાવ્યું કે આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટે આરસીસી મતલબ કે સ્લેબનું તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ પછી બીજા જ દિવસથી રસ્તો ખોલવો વ્યાજબી નથી કેમ કે કામ હજુ તાજું જ હોવાથી રસ્તો તૂટી પડવાની શક્યતા રહેલી હોવાને કારણે છ દિવસ સુધી હવે સ્લેબને પાણી જ પીવડાવવામાં આવનાર હોવાથી સંભવતઃ 20 અથવા 21 ઓગસ્ટે રસ્તો શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં બિભત્સ ડાન્સ, તમાકુ અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ : તમામ સ્ટોલ-પ્લોટમાં CCTV, અગ્નિશમનના સાધનો ફરજિયાત
જો કે જ્યારે રસ્તો ખુલ્લો પણ પૂર્ણ થઈ ગયો હોવાથી આ વખતે મેળો મ્હાલવા આવનારા લોકોએ ફરી ફરીને મેળાના સ્થળ સુધી પહોંચવું પડશે જ્યારે તહેવારોને ધ્યાનમાં રાખી આ રસ્તા પર ટ્રાફિક વધુ સંખ્યામાં થતો હોય તંત્ર માટે તેને મેનેજ કરવો પણ મુશ્કેલ બની જશે.
