રાજકોટની કટારિયા ચોકડીએ ‘ટ્રાફિક ટેરર’ શરૂ: 5 મહિના સુધી ડાયવર્ઝન પરથી જ વાહનો ચલાવવા પડશે
રાજકોટની કટારિયા ચોકડી પાસે આઈકોનિક બ્રિજ બની રહ્યો છે જેના કારણે ત્યાંથી અવર-જવર કરવાના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવતાં જ `ટ્રાફિક ટેરર’ શરૂ થઈ જવા પામ્યો હતો. આ રસ્તો બુધવારે રાતથી જ બંધ કરાયો હોવાથી ગુરૂવારે સવારથી જ વાહનોના થપ્પા લાગવાનું શરૂ થઈ ગયું હતું.

હવે પાંચ મહિના સુધી મહાપાલિકા દ્વારા નક્કી કરાયેલા ડાયવર્ઝન રૂટ ઉપરથી જ ચાલવાનું હોવાને કારણે લોકોએ ખાસ્સી મુશ્કેલી વેઠવી પડશે. એકંદરે કટારિયા ચોકડી ખાતે ગોંડલ રોડથી જામનગર રોડ તરફ તેમજ જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જતો રિંગરોડ તેમજ કાલાવડ તરફથી રાજકોટ શહેર તરફ અને રાજકોટ શહેર તરફથી કાલાવડ તરફ આવવા-જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં રાજકોટથી કાલાવડ તરફ આવવા-જવા માટે કાલાવડ રોડથી કોરાટવાડી મેઈન રોડ થઈ ધ વાઈબવાળા રસ્તાથી 150 ફૂટ રિંગરોડ-2 થઈ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલવાળા રસ્તેથી કાલાવડ રોડ જઈ શકાશે. આ જ રીતે કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગરોડ-2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઈ શકાશે.
આ પણ વાંચો :રાજકોટના રાકેશ રાજદેવને કેલિફોર્નિયામાં મકાન જ નથીઃ ફાયરિંગની વાત નર્યું હંબગ,પત્નીએ કહ્યું-હુમલાના સમાચાર પાયાવિહોણા

એક્વા કોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલથી કાલાવડ રોડ અને ત્યાંથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલાં સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગરોડ-2થી જામનગર રોડ તરફ જઈ શકાશે. આ જ રીતે 150 ફૂટ રિંગરોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઈન રોડ ધ વાઈબ રોડ તેમજ 150 ફૂટ રિંગરોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડવાળા રસ્તેથી કાલાવડ રોડ અને ત્યાંથી કોરાટવાડી મેઈન રોડ, ધ વાઈબ રોડ 150 ફૂટ રિંગરોડ-2 ઉપર જઈ શકાશે.
